Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

વડિયાના ખારરિયા ગામે વાડીમાંથી ઇંગ્લીશ દારૂ વેચવાનું કારસ્તાન ઝડપાયુ : ૨૨ બોટલ જપ્ત

અમરેલી,તા.૧ : જીલ્લા  પોલીસ અધિક્ષક  નિર્લિપ્ત રાય    નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ર્ંઅમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ.  .પી.એન.મોરી તથા અમરેલી એલ.સી.બી. ટીમ  દ્વારા વડીયા તાલુકાના ખાખરીયા ગામે આવેલ વાડીના મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડેલ છે.

ગઇ કાલ તા.૩૦/૦૭/૨૦૨૦ ના સાંજના સમયે વડીયા તાલુકામાં પેટ્રોલીંગ દરમ્યાન એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે, ખાખરીયા ગામથી સ્મશાન તરફ જવાના રસ્તે ચાંપરાજભાઇ વલકુભાઇ બોઘરા તથા વિક્રમભાઇ વલકુભાઇ બોઘરા એમ બંને જણા પોતાની વાડીએ આવેલ મકાનમાં એકબીજાના મેળાપીપણામાં ગે.કા ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખે છે અને દારૂનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી મળતાં બાતમી વાળી વાડીએ રેઇડ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવેલ હતી. 

જે આરોપી ઝડપાયો છે તે ચાંપરાજભાઇ વલકુભાઇ બોઘરા, ઉં.વ.૪૦, રહે.ખાખરીયા, તા.વડીયા, જિ.અમરેલીનો છે અને તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૨૨,  કિં.રૂ.૬,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત થયેલ છે.

પકડાયેલ ઇસમ વિરૂધ્ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી, આરોપી તથા મુદ્દામાલ  વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે અને હાજર નહીં મળી આવેલ આરોપી વિક્રમભાઇ વલકુભાઇ બોઘરાને હસ્તગત કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

  આ કામગીરી  અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ  અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ આર.કે. કરમટા તથા પો.સ.ઇ.  પી.એન. મોરી તથા એલ.સી.બી. ટીમ  દ્વારા કરવામાં આવેલ છે.

(11:48 am IST)
  • પોંડિચેરીમાં કોરોનાના નવા 200 કેસ પોઝિટીવ નોંધાયા: કુલ કેસની સંખ્યા 3806 થઇ : 1445 એક્ટિવ કેસ અને 2309 દર્દીઓ સ્વસ્થ થયા: મૃત્યુઆંક 52 access_time 12:42 am IST

  • જામ ખંભાળિયાના સલાયામાં કોરોના વિસ્ફોટ : એકસાથે 13 પોઝિટિવ કેસ આવતા હાહાકાર : એક જ વિસ્તારમાં રહેતા 13 લોકો કોરોના સંક્રમિત : મોટાભાગના એક પરિવારના લોકો ઝપટે: આરોગ્ય તંત્રમાં દોડધામ access_time 6:12 pm IST

  • રાજકોટના જાણીતા પોપ્યુલર જવેલર્સ ગ્રુપના વડીલ વજુભાઇ આડેસરાના પત્નીનું નિધન : વજુભાઈના પુત્રવધુ પણ કોરોનાથી સંક્રમિત : ઝવેરીબજારમાં ઘેરી ચિંતા સાથે દુઃખની લાગણી access_time 11:20 pm IST