Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

સુરેન્દ્રનગરના કંથારીયામાં સોનાના દાગીના - રોકડની ચોરી કરનાર કાળુ દેવીપૂજક ઝડપાયો

વઢવાણ તા. ૨ : જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સુચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ચોટીલાના ઇન્ચાર્જ સીપીઆઈ ડી.એમ.ઢોલ તથા સાયલા પીએસઆઇ અર્જુનસિંહ જાડેજાને પો.કો. અમરકુમાર ગઢવી મારફતે બાતમી મળેલ કે, ચુડા ઘરફોડ ચોરી ના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી કાળું સૂરાભાઇ દેવીપૂજક કસવાળી ગામે તેના સસરા ખેંગાર સંગ્રામ દેવીપૂજક ના ઘરે આવેલ છે, અને હાલે તે તથા તેના સસરા મો.સા.નં.GJ.13 Q.6609 વાળુ લઈને કસવાળી ગામેથી સાયલા ખાતે આવનાર છે.જે બાતમી આધારે સાયલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અર્જુનસિંહ જાડેજા, એ.એસ.આઈ.વી.એમ.ડેર હે.કો. રાજભા ગોહીલ ,અમર કુમાર ગઢવી, ભીખાભાઈ પરમાર ,યોગેશભાઈ પટેલ સહિતના સ્ટાફની ટીમ દ્વારા સાયલા સર્કલ ખાતે વોચમા હતા તે દરમ્યાન આરોપી કાળુભાઈ સુરાંભાઈ દેવીપૂજક ઉવ. રહે. દેવળીયા તા. બાબરા જી. અમરેલી વાળો તથા તેના સસરા ઉપરોકત નંબર વાળુ મો.સા લઈ નીકળતા પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી કાળું સુરાભાઈ દેવીપૂજક પાસેથી વિછીયા વિસ્તારમાંથી ચોરી કરેલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર કિંમત રૂ. ૪૦,૦૦૦ તથા કંથારિયા ગામે થયેલ ચોરીના સોનાના દાગીના કિંમત રૂ. ૧,૫૮,૫૦૦ મળી, કુલ કિંમત રૂ.૧,૯૮,૫૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આમ, પકડાયેલ આરોપી પાસેથી મળેલ મુદ્દામાલ માં ચુડા પોલીસ સ્ટેશન ની ઘરફોડ ઉપરાંત વિંછીયા પોલીસ સ્ટેશનના વાહન ચોરીનો ગુન્હો પણ શોધી કાઢવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી કાળું સુરાભાઈ દેવીપૂજક ભૂતકાળમાં અમરેલી, ભાવનગર, મહેસાણા, હિંમતનગર, આણંદ, પાટણ, સુરેન્દ્રનગર જીલ્લા ઉપરાંત રાજસ્થાન રાજયના ભિનમાલ ખાતે અસંખ્ય ચોરી ના ગુન્હાઓ માં પકડાયેલ આંતર રાજય અને આંતર જિલ્લા ગુન્હેગાર છે. પકડાયેલ આરોપી ચુડા પોલીસ સ્ટેશન ખાતેના ઘરફોડ, રાજકોટ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતેના વાહનચોરી, ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ સ્ટેશન ખાતેના ઘરફોડ, પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતેના ઘરફોડ ચોરી મળી કુલ ઘરફોડ ચોરી/વાહનચોરીના કુલ ૦૫ ગુન્હાઓ માં વોન્ટેડ નાસતો ફરતો આરોપી છે.

પકડાયેલા આરોપી કાળુભાઈ સૂરાભાઈ દેવીપૂજક ની સાયલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અર્જુનસિંહ જાડેજા તથા સ્ટાફ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરી, બીજા કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ? ચુડા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીમાં ગુનહામાં ચોરી કરેલ બીજો મુદ્દામાલ કયાં છુપાવી રાખેલ છે કે વહેંચામાં આવેલ છે...? વિગેરે મુદ્દાઓ સબબ પૂછપરછ હાથ ધરી, આરોપીનો કબજો ચુડા પોલીસ સ્ટેશન તથા વિંછીયા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીની પૂછપરછમાં વધુ ગુન્હાઓના ભેદ ખુલવાની શકયતા છે.

(12:24 pm IST)