Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

ગોંડલના સાગર ગોહેલનું કાર રીપેરીંગના ૪૦ હજારની ઉઘરાણી માટે અપહરણ કરી ધમકી આપનાર બે પકડાયા

ગોંડલ પોલીસે રાજકોટના લાલો ઉર્ફ લલીત અને પરેશ પરમારના નારણકા પાસેથી ઝડપી લીધા યુવાને બે દિવસ ઇકો ચલાવવા ભાડે રાખી હતી બે દિવસમાં અપહરણની બીજી ઘટના

ગોંડલ, તા.૨: ગોંડલની સંઘાણી શેરીમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા યુવાને  રાજકોટના બે શખ્સોએ અપહરણ કરી લઈ જઈ મારી તેના પરિવારજનો પાસેથી નાણાંની માગ કરી ધાક-ધમકી  આપતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે પોલીસે ગણતરીની કલાકોમાં જ અપહરણકર્તાઓને રાજકોટ નારણકા પાસેથી પકડી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોટી બજાર સંઘાણી શેરીમાં આવેલ લાલા ઠક્કરની શેરીમાં રહેતા સાગર કમલેશભાઈ ગોહેલ ગત રાત્રિના નવા ગામ આણંદપર રહેતા લાલો ઉર્ફે લલીત જિલ્લા ભાઈ બાલસરા તેમજ પરેશ સંજય પરમાર દ્વારા પ્રથમ એકટીવા મોટરસાયકલ અને બાદમાં  gj૧૩ CC  ૭૫૩૪ સફેદ ગાડીમાં અપહરણ કરી લઈ જઈ ઢોર માર મારી ગ્રીનલેંડ ચોકડી પાસે યુવાનના પત્નીને રોકડા રૂપિયા ૪૦૦૦૦ અથવા સોનાના દાગીના લઈ પતિને છોડાવી જવાની ધમકી આપતા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા બાદમાં વહેલી સવારના સુમારે નારણકા ગામ પાસે આરોપીઓ ઝડપાઇ જતા પોલીસ આઇ.પી.સી કલમ ૩૬૪ ૩૬૫ ૩૮૫ ૩૨૩ ૫૦૪ ૫૦૬ તેમજ ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

સાગર ગોહેલ દ્વારા ઉપરોકત બંને શખ્સોની ઇકો કાર ચલાવવા ભાડે રાખવામાં આવી હતી પરંતુ બે દિવસમાં જ ઇકો કાર બંધ થઇ જતા તેના રીપેરીંગ ના ખર્ચા પેટે ઉપરોકત ૪૦૦૦૦ માગવામાં આવતા હતા જે યુવાન દ્વારા ન આપવામાં આવતા તેનું અપહરણ કરી પઠાણી ઉદ્યરાણી કરવામાં આવી હતી.

ગોંડલમાં બે દિવસ પહેલા પણ ડાકોર રોડ ઉપર આવાસ યોજના માંથી રાજકોટના શખ્સો દ્વારા એક યુવાન નું અપહરણ કરવાની ઘટના બની હતી અને પોલીસ સતર્કતા દાખવીને બચાવ્યો હતો આ ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી હતી, પકડાયેલ ઉપરોકત બંને શકશો વિરોધ અગાઉ પણ ખંડણીના ગુનો નોંધાયો હોવાનું સીટી પોલીસ ઇન્સ્પેકટર રામાનુજ દ્વારા જણાવવામાં આવ્યું હતું.(૨૨.૫)

(11:52 am IST)