Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

કચ્છમાં અદાણી ગ્રીન એનર્જીનો ૧૫૦ મેગાવોટનો વીન્ડ પાવર પ્રોજેકટ નિર્ધારિત સમય કરતાં ૯ માસ પહેલાં પૂર્ણ

કંપનીએ છેલ્લા બાર માસમાં નિર્ધારિત સમય પહેલાં પૂર્ણ કર્યો હોય તેવો આ છઠ્ઠો પ્રોજેકટ

ભુજ : અદાણી ગ્રીન એનર્જીની પેટા કંપની અદાણી વીન્ડ એનર્જી કચ્છ થ્રી લિમિટેડે ગુજરાતમાં કચ્છ ખાતેનો ૧૫૦ મેગાવોટનો વીન્ડ પાવર પ્રોજેકટ તેના નિર્ધારિત સમય કરતાં નવ માસ પહેલાં પૂર્ણ કર્યો છે. કંપનીએ છેલ્લા બાર માસમાં નિર્ધારિત સમય પહેલાં પૂર્ણ કર્યો હોય તેવો આ છઠ્ઠો પ્રોજેકટ છે.

આ પ્રોજેકટ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડીયાસાથે ૨.૮૨/ાુર ના દરથી ૨૫ વર્ષનો વીજખરીદીનો કરાર ધરાવે છે.

આ પ્રોજેકટ કાર્યરત થતાં એજીઈએલની કુલ ઓપરેશનલ રિન્યુએબલ ક્ષમતા ૫૦૭૦ મેગાવોટ થઈ છે અને કંપની વર્ષ ૨૦૨૫ સુધીમાં ૨૫ ગીગાવોટ ક્ષમતાનું નિર્માણ કરવાના તેના વિઝનથી એક કદમ નજીક પહોંચી છે.

આ પ્લાન્ટ સફળતાપૂર્વક કાર્યરત થતાં એજીઈએલની ઓપરેશનલ વીન્ડ જનરેશન ક્ષમતા ૬૪૭ મેગાવોટ થઈ છે. એજીઈએલ કુલ ૨૪,૨૯૪ મેગાવોટની કુલ ક્ષમતા ધરાવે છે. આ ૧૫૦ મેગાવોટની ક્ષમતા સહિત એજીઈએલ દ્વારા કોરોના પ્રસરવાના પડકારયુક્ત સમય દરમ્યાન ૨,૫૨૫ મેગાવોટ રિન્યુએબલ ક્ષમતાનો ઉમેરો કરવામાં આવ્યો છે. અન્ય તમામ એસેટસની જેમ નવો કાર્યરત કરાયેલ પ્લાન્ટનુ સંચાલન, એજીઈએલને સંપૂર્ણ સેન્ટ્રાલાઈઝ વિઝિબિલીટી પૂરી પાડતા અને તેની રિન્યુએબલ એસેટસનું દેશવ્યાપી સંચાલન કરતા અદાણી ગ્રુપના ઈન્ટેલીજન્ટ એનર્જી નેટવર્ક ઓપરેશન સેન્ટર મારફતે કરવામાં આવશે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે તેના એક પછી એક સફળ પ્રોજેકટસ મારફતે આર્થિક વિકાસની સાથે સાથે સુસંકલિત પર્યાવરણલક્ષીતાનુ ધ્યેય જાળવી રાખ્યું છે અને તેની મારફતે રોજગારી ઉભી કરવા ઉપરાંત ભારતે યુનાઈટેડ નેશન્સ કલાઈમેટ ચેન્જ કોન્ફરન્સ, પેરીસની કોન્ફરન્સમાં વ્યક્ત કરેલી કટિબધ્ધતા અનુસાર કલાઈમેટ લીડરશીપ તરફ એક કદમ નિકટ આવ્યું છે.

(11:54 pm IST)