Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

જામનગર સીટી-બી ડીવીઝન પોલીસ સર્વેલન્‍સ સ્‍કોર્ડનો સપાટો : મોટર સાયકલ ચોરીના ભેદ ઉકેલ્‍યા

નામચીન ચોર ઇસમને પકડી પાડતી પોલીસ

જામનગર : જામનગર જીલ્લામાં વાહન ચોરીના તેમજ ઘરફોડ ચોરીના બનતા બનાવોને અટકાવવા તેમજ અન્ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષક શ્રી દિપન ભદ્રન તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય  ની સુચના અને પોલીસ ઈન્સપેકટરશ્રી કે.જે.ભોયેના માર્ગદશન મુજબ તથા પો.સબ.ઇન્સ. શ્રી વાય.બી.રાણા ની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. રાજેશભાઇ વેગડ તથારવીન્દ્રસિંહ જાડેજા, તથા પો.કોન્સ હરદીપભાઈ બારડ, દેવેનભાઈ ત્રીવેદી ને સંયુક્ત રીતે મળેલ બાતમી મળેલ કે ધરારનગર, રામનગર, નવા આવાસ પાછળ, એમબરીવાળી ગલીમાં રહેતાવિશાલ રાજુભાઇ ચાવડા એ પોતાના રહેણાંક મકાને ચોરી કરેલ બે મો.સા. છુપાવી રાખેલ છે

જે હકીકત આધારે સદર મકાને રેઇડ કરી આરોપી વાળાને ચોરીના મો.સા. (૧) લીલા કલરના પટ્ટા વાળુ ગ્રે-કલરનુ હીરો હોન્ડા સ્પેલન્ડર પ્રો મો.સા. રજી. નં. જીજે-૧૦-બી.બી.-૨ર૯૮ કિ.રૂ. ૩૦,૦૦૦/- તથા (૨) કાળા કલરનુ સ્પલેન્ડર પ્લસ મો.સા. રજી. નં. જીજે-૧૦-એ.આર-૪૮૮૮ કિ.રૂ. ૨૦,૦૦૦/- સાથે પકડી પાડેલ છે. મજકુર ઇસમ અગાઉ પણ જામનગર જીલ્લાના પોલીસ સ્ટેશનમાં ચોરીના મો.સા. સાથે પકડાયેલ છે.

(૧) જામનગર સીટી બી ડીવી. પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.ન. ૧૦૮૦/ર૦૨૧ આઈ.પી.સી કલમ ૩૭૯ મુજબના કામે ચોરીમાં ગયેલ હીરો હોન્ડા સ્પેલન્ડર પ્રો મો.સા. રજી. નં. જીજે-૧૦-બીબી-૨૨૯૮ કિ.રૂ. ૩૦,૦૦૦/- (ર) જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે. એ પાર્ટગુ.ર.નં. ૧૧૩૬/૨૦૨ર૧ આઈ.પી.સી કલમ ૩૭૯ મુજબના કામે ચોરીમાં ગયેલ સ્પલેન્ડર પ્લસ મો.સા. રજી. નં. જીજે-૧૦-એ.આર-૪૮૮૮ કિ.રૂ. ૨ર૦,૦૦૦/- ગણી રીકવર કરી બે મો.સા. ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડેલ છે.

આ કામગીરી પો.ઇન્સ. શ્રી કે.જે.ભોયે તથા પો.સબ.ઇન્સ. વાય.બી.રાણા તથાએ.એસ.આઇ. બશીરભાઇ મુંદ્રાક તથા પો.હેડ.કોન્સ. શોભરાજસીહ જાડેજા, મુકેશસીહ રાણા, રાજેશભાઇ વેગડ, રવીરાજસીહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા રવીન્દ્રસિંહ જાડેજા, તથા પો.કોન્સ. શિવભદ્રસિંહ જાડેજા, કીશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, દેવેનભાઇ ત્રિવેદી, ફૈઝલભાઇ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે.

(10:32 pm IST)