Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

પશુઓ માટે વેક્સિન બનાવાના નામે કરોડોની છેતરપિંડી કરી

૩ વિદેશી સહિત ૧૪ સામે ફરિયાદ : વેપારીને જાળમાં ફસાવીને પશુઓ માટે વેક્સિન બનાવી આપવાના નામે ભેજાબાજોએ ૧.૩૫ કરોડની ઠગાઈ કરી

જામનગર,તા.કોરોનાની બીજી લહેર પહેલાં કરતા વધારે ઘાતક સાબિત થઈ. એમાંય ગુજરાતમાં કાળમુખો કોરોના અનેક લોકોને ભરખી ગયો. ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેર અંગે પણ ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન ગુજરાતમાં પશુઓ માટે કોરોનાની વેક્સીન બનાવવાના નામે કરોડોની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પૈસા કમાવવા માટે લોકો એટલી નીચલી હદ્દ સુધી જઈ શકે છે તેનો પુરાવો છે. કહેવાય છેનેકે, લોભિયા વસતા હોય ત્યાં ધુતારા ભૂખે નથી મરતા. કોરોના કાળમાં જામનગરમાં આવો કિસ્સો સામે આવ્યો. જામનગરમાં પશુઓ માટે કોરોનાની વેકસીન બનાવવાના મટીરીયલ સપ્લાયના ધંધા અર્થે વોટ્સઅપના માધ્યમથી વેપારીને શિકાર બનાવવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

જામનગરના વેપારીને જાળમાં ફસાવીને પશુઓ માટે કોરોનાની વેક્સીન બનાવી આપવાના નામે ભેજાબાજોએ .૩૫ કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. સૌથી પહેલાં જામનગરના વેપારીને વેક્સીનનો નવો બિઝનેસ શરૂ કરીને તગડા પૈસા કમાવવાની લાલચ આપવામાં આવી.

વ્હોટ્સએપ દ્વારા મેસેજ કરીને જામનગરના વેપારીને બાટલામાં ઉતારવામાં આવ્યો. ઠગ ટોળકી દ્વારા વોટ્સએપ પર બિઝનેસની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી. જામનગરના પેલેસ રોડ પર આવેલ મનોજકુમાર ધનવંતરાય શાહ નામના વેપારી સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ જામનગર પોલીસને કરવામાં આવી છે.

પશુઓની વેક્સીન બનાવવાના નામે Cyclovic H-50ની લે-વહેંચ બાબતે મોટા નફાની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી. કેસમાં વિદેશી સહિત ૧૪ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. હાલ જામનગરના સિટી-બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અંગેની ફરિયાદ નોંધાઇ છે.

સોફિયા ૩૧ માર્ચ ૨૦૨૧ના રોજ જામનગર આવી મનોજકુમારની ઓફિસે આવી હતી અને જ્યાં તેણીએ એસ બી શર્મા એન્ટરપ્રાઈઝમાંથી આવેલું CYCLOVIC H-50 મટીરીયલનું સેમ્પલ લેવડાવી તપાસ કર્યા બાદ યોગ્ય હોવાનું જણાવ્યું હતું. બાદમાં ડેવિડ હીલેરી નામના શખ્સે મનોજકુમાર સાથે બોગસ પરચેઝ ઓર્ડર મેઇલ દ્વારા મોકલી ૧૦૦ લીટર CYCLOVIC H-50 મટીરીયલ ખરીદવાનું જણાવ્યું હતું.

(9:28 pm IST)