Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

એસપી સ્વામી બે વર્ષ માટે છ જિલ્લામાંથી તડીપાર

ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદ : બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી,રાજકોટ અને અમદાવાદમાંથી સ્વામીને તડીપાર કરવામાં આવ્યા

બોટાદ,તા.ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન અને પૂર્વ કોઠારી સ્વામીને બે વર્ષ માટે જિલ્લા માંથી તડીપાર કરાયા છે. તડીપાર મામલે એસ.પી. ના દબાણ હેઠળના આક્ષેપને લઈ નિષ્પક્ષ કામગીરીથી હુકમ કર્યાનું સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટનું નિવેદન છે. સાથે ૩૦૭, મારામારી સહિતના ગુનાને લઈ પોલીસ દ્વારા કરાયેલી દરખાસ્તના આધારે હુકમ થયો હોવાનું મેજિસ્ટ્રેટે નિવેદન આપ્યું છે.

ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી અને પૂર્વ કોઠારી ઘનશ્યામ સ્વામી સામે બે વર્ષ માટે જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યો.

જેમાં બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી,રાજકોટ અને અમદાવાદ જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી દરખાસ્તના આધારે તડીપાર કરવામાં આવ્યું હોવાનું સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટે નિવેદન આપ્યું છે.

મેજિસ્ટ્રેટ દ્વારા જણાવ્યા મુજબ, તડીપારની નોટિસને લઈ બચાવ માટે પૂરતી તક આપવામાં આવી હતી અને એસ.પી.સ્વામી અને ઘનશ્યામ સ્વામી વિરુદ્ધ ૩૦૭, મારામારી જેવા જેટલા ગુનાઓ અને પોલીસની દરખાસ્તને ધ્યાને લઇ કાયદાની મર્યાદામાં તડીપાર હુકમ કરવામાં આવ્યો છે. તો એસપી સ્વામી દ્વારા સંસ્થાના દબાણ હેઠળ તડીપારનો હુકમ કરવામાં આવ્યો છે.

જે આક્ષેપ ને લઈને સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટ દ્વારા પોલીસની મળેલ દરખાસ્ત અને ૩૦૭,મારામારી જેવા જેટલા અન્ય ગુનાને ધ્યાનમાં રાખી નિષ્પક્ષ રીતે કાયદાની મર્યાદામાં આવી હુકમ કરેલ છે. કોઈના દબાણ હેઠળ કામગીરી કરવામાં આવી નથી. તેવું સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટ એમઆર વસાવાએ નિવેદન આપ્યું છે.

(9:26 pm IST)