Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

મોરબીના ભરતનગર પીએચસીમાં દર્દીની સુવિધા માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ ફાળવણી

મોરબીના નવા સાદુળકા શક્તિ કેન્દ્રના ભરતનગર સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી જે પ્રસંગે ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ ફાળવણી કરી હતી
   ભરતનગર ગામે સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત પ્રવાસમાં ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ ભરતનગર પીએચસીને એમ્બ્યુલન્સ ફાળવણી કરી હતી તેમજ પ્રકૃતિની જાળવણી માટે રોપા વિતરણ કરવામાં આવ્યા હતા સાથે જ કોરોનામાં જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ અર્થે ૨ મિનીટ મૌન પાળવામાં આવ્યું હતું

(7:07 pm IST)