Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

મોરબીમાં જીલ્લામાં ૧૮ થી ૪૪ વયના નાગરિકોને કોરોના વેક્સીન આપવા રજૂઆત : જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખે નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

મોરબી જીલ્લામાં ૧૮ થી ૪૪ વયના નાગરિકોને કોરોના વેક્સીન આપવાની માંગ સાથે મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખે રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે

મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા અને ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાએ રજુઆતમાં જણાવ્યું છે કે કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ હતી કોરોના મહામારીને પગલે વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે જોકે મોબી જીલ્લામાં ૧૮ થી ૪૪ વયના નાગરિકોને કોરોના વેક્સીન ડોઝ આપવાનું શરુ થયું નથી
કોરોનાની બીજી લહેરની ઘાતકતા જોતા વયસ્કો વેક્સીનની રાહ જોઈ રહ્યા છે જેથી ૧૮ થી ૪૪ વયના નાગરિકોને રસીના ડોઝ આપવાની શરુઆત કરાય તેવી માંગ કરી છે જેથી જો ત્રીજી લહેર આવે તો કોરોના સામેનો જંગ જીતી સકાય

(7:05 pm IST)