Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

માળીયા નજીક ટ્રેલરે બોલેરોને હડફેટે લેતા યુવાનનું મોત :બેને ઈજા

મોરબી કચ્છ નેશનલ હાઈવે પર અવનારવાર અકસ્માતના બનાવો બનતા રહે છે ત્યારે માળીયા મિયાણા ગામ નજીક ટ્રકના ચાલકે બોલેરો પીકઅપ કારને ઠોકરે લેતા એકનું મૃત્યુ નીપજ્યું હતું તો બે વ્યક્તિઓને ઈજા થઇ હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોધાઇ છે
  મળતી માહિતી મુજબ મોરબીના શકત શનાળા ગામે રહેતા દિનેશભાઈ સવજીભાઈ ખટાણાએ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રેલર જીજે ૧૨ બીવાય ૦૧૦૪ ના ચાલકે પોતાનું ટ્રેલર પુર ઝડપે ચલાવી માળીયા પહોચતા ફરિયાદી દિનેશભાઈની બોલેરો પીકઅપ જીજે ૦૩ ઝેડ ૬૦૪૬ ના પાછળના ઠાઠામાં ભટકાડી અકસ્માત કરી બોલેરોને પલટી ખવડાવી ગાડીના ઠાઠામાં બેઠેલ નીલેશભાઈ મુકેશભાઈ પુજારા (ઉ.૩૯) રહે-મોરબી માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો લક્ષ્મણભાઈ અને ભાવેશભાઈને ઈજાઓ થઇ હતી અને ટ્રેલર ચાલક ટ્રેલર મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો માળિયા પોલીસે પણ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(7:00 pm IST)