Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

કોરોના ટાણે જ મા અમૃતમ કાર્ડની કામગીરી બંધ: મોરબી જિલ્લામાં સરકારે અચાનક જ જરૂરિયાતમંદ દર્દીઓ માટેની મહત્વની આરોગ્ય વિષયક સેવા ખોરવી નાખતા દર્દીઓ મુશ્કેલીમાં : રોષ

મોરબી : મોરબી તાલુકા પંચાયત કચેરીમાં કોરોના મહામારી સમયે જ માં અમૃતમ કાર્ડની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. સરકારની આવી અણધડ નિતીથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેમાં સરકારે અચાનક જરૂરિયાતમંદ દર્દીઓ માટેની મહત્વની આરોગ્ય વિષયક સેવા ખોરવી નાખતા અનેક જરૂરિયાતમંદ દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા ગયા છે.
મોરબી તાલુકા પંચાયત કચેરીમા ચાલતી મા અમૃતમ યોજનાની કામગીરી સરકારના આદેશ મુજબ સંપૂર્ણપણે બંધ કરી દેવામા આવી છે. મા અમૃતમ યોજનાની કામગીરી બંધ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ કામગીરી બંધ થવાથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નિરાશ થઈને પરત જવાની ફરજ પડી હતી અને અનેક દર્દીઓ હેરાન પરેશાન થઇ ગયા છે.
મા કાર્ડ નોંધણીના પ્રોજેક્ટ સુપરવાઇઝર વિશાલ પટેલે જણાવ્યુ હતુ કે હવે મા અમૃતમ કાર્ડ માટે નોંધણીની કામગીરી બંધ થઇ ગઇ છે. ક્યારે અને ક્યા ચાલુ થશે એની કોઇ વિગતો અમને મળી નથી.
મા કાર્ડ જેવી આરોગ્યલક્ષી બાબતમા એવો અણઘડ નિર્ણય લેનાર સરકારી તંત્રના કારણે અનેક દર્દિઓ મુશ્કેલીમા મુકાયા છે.

(6:53 pm IST)