Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

જામનગરના બોકસાઈટના ધંધાર્થી સાથે ૧૪ દેશી–વિદેશી ગઠયાઓએ રૂ.સવા કરોડની કરેલી છેતરપીંડી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨: અહીં પેલેસ રોડ પર આવેલ સ્નેહદીપ એપાર્ટમેન્ટમાં રહેતા અને બોકસાઈટનો ધંધો કરતા મનોજકુમાર ધનવંતરાય શાહ ઉ.વ. પ૯ એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧૭–૩–ર૧ થી તા. ૬–પ–ર૧ દરમ્યાન આરોપી ટ્રેસી મુરફી રહે. ૬૭ તલબોટ સ્ટ્રીટ, નોટીંગહામ એનજી–૧–પ જી.વી.યુનાઈટેડ કિંગ્ડમ તથા ડેવીડ હીલેરે ડાયરેકટર (સીઈઓ) એસીનો ફાર્મા કયુટીકલ કંપની (૩) સોફીયા કેનેડી (૪) એમ.બી.શર્મા એન્ટરપ્રાઈઝ કોન્ટેકટ પ્રો.વિના શર્મા રહે. પ્લોટ નં.૬ સાતપુર એમ.આઈ.ડી.સી. સાતપુર કોલોની નાસીક  (પ) એમ.એચ. એન્ટરપ્રાઈઝ રહે. સી–રપ, જીવન જયોત સહકારી સંઘ ટ્રાન્સીટ કેમ્પ ધારાવી મુંબઈ (વાયરલેસ એન્ટરપ્રાઈઝ રહે. ક્રિષ્ના પાટીલ ચાલ દત મંદિર રોડ વાઘરીવાડા દુર્ગા માતા મંદિર સાંતાક્રુઝ ઈસ્ટ મુંબઈ (૭) મીડીયાવાલા રહે. ફલેટ નં. ૧૦૧ ડી–બ્લોક વેનીસ એપાર્ટમેન્ટ મીરાનગર ભવાના ઉદયપુર રાજસ્થાન ઓફીસ ૧૧૮ (૮) શીવા એન્ટરપ્રાઈઝ રહે. ૧૮/ર૬ રતીયા માર્ગ જાગૃતિ પબ્લીક સ્કુલની બાજુમાં દિલ્હી (૯) મુંગેશ યાદવ રહે. રૂમ નં. ૧૦૬ ફુલપાડા રોડ ગાંધી ચોક વિરાર મુંબઈ (૧૦) કુણાલ વર્મા રહે. ગોરેગાવ મુંબઈ (૧૧) અઝહર કરીમ રહે. જોગેશ્વરી વેસ્ટ મુંબઈ (૧ર) નવીનશંકર શર્મા, (૧૩) જનક એ. પટેલ, કમ્બલે યાદવ આ બધા આરોપીઓએ પૂર્વઆયોજિત કાવત્રુ રચી ફરીયાદીને ચોકકસ ટાર્ગેટ કરી ફરીયાદીના મોબાઈલ નંબર કોઈપણ રીતે મેળવી ફરીયાદી સાથે છેતરપીંડી કરવાના ઈરાદે ટ્રેસી મુરફીએ ફરીયાદીને વોટસએપ પર બીઝનેસ કરવા માટે મેસેજ કરી વિશ્વાસમાં લઈ લે–વેચ બાબતે જણાવી તેમા મોટો નફો મળશે તેમ સમજાવી આ મટીરીયલ એમ.બી.શર્મા એન્ટરપ્રાઈઝ નાસીકમાં મળશે તેમ જણાવી કોન્ટેકટ પર્સન વિના શર્માના નંબર આપતા ફરીયાદીએ તેમની સાથે વાતચીત કરતા હથહીફઅયહ જપડ મટીરીયલ્સ મોકલી આપવાનું જણાવતા ટ્રેસી મુરફીએ ડેવીડ હીલેરી ડાયરેકટર (સીઈઓ) એસીનો ફાર્મા કયુટીકલ કંપની લંડનનો સંપર્ક કરાવી તેઓએ પોતાના પ્રતિનિધિ સોફીયા કેનેડીને તા. ૩૧–૩–ર૧ ના રોજ ફરીયાદીની ઓફીસએ આવી એમ.બી.શર્મા એન્ટરપ્રાઈઝમાંથી આવેલી મટીરીયલ્સનું સેમ્પલ લેવડાવી આ સેમ્પલ યોગ્ય હોવાનું જણાવી ડેવીડ  હીલેરી ડાયરેકટર (સીઈઓ) એસીનો ફાર્મા કયુટીકલ કંપનીએ ફરીયાદી સાથે ખોટો પરચેઝ ઓર્ડર તૈયાર મેઈલ ર્ેારા મોકલી ૧૦૦ લીટર મટીરીયલ્સ ખરીદવાનું જણાવી ફરીયાદીને વિશ્વાસમાં લેતા ફરીયાદીએ એમ.બી.શર્મા એન્ટરપ્રાઈઝમાં ઉપરોકત ઓર્ડર નોંધાવતા જેના પ૦ ટકા એડવાન્સ પેમેન્ટ આપવાનું જણાવી પોતાના મળતીયાઓ ઉપરોકત આરોપીઓના અલગ અલગ બેંક ખાતા નંબરો આપી તેમાં એડવાન્સ પેમેન્ટ જમા કરાવવાનું કહેતા ફરીયાદીએ રૂ. ૧,૩૩,રપ,૦૦૦ જમા કરાવતા એમ.બી.શર્મા એન્ટરપ્રાઈઝના વિના શર્માએ ટ્રાન્સપોર્ટેશનના જનક એ. પટેલના ખાતામાં રૂ. ૧ લાખ જમા કરાવવાનું કહેતા તેમાં પૈસા જમા કરાવતા કમ્બલે યાદવએ કરંજલી ચેકપોસ્ટ ખાતે માલ પકડાઈ ગયેલ છે તેમ જણાવી વધુ દસ લાખ મોકલવા જણાવતા ફરીયાદીએ ૧,પ૦,૦૦૦ જમા કરાવતા આરોપીઓ કોઈ મટીરીયલ્સ નહીં મોકલાવી રૂ. ૧,૩પ,૭પ,૦૦૦ જેટલી રકમ ફરીયાદી પાસેથી પચાવી પાડી તેમજ સમજુતી મુજબનો માલ ન આપી વિશ્વાસઘાત કરી ગુન્હો કરેલ છે.

મોટરસાયકલ ચોરાયું

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અજયભાઈ હરીશભાઈ વાવેસા એ ફરીયાદ નોંધાવી છે કે, ઉદ્યોગનગર–૪૯ રોડ પર આવેલ જલારામ નામના બ્રાસપાર્ટના કારખાનાની બહાર ફરીયાદી અજયભાઈએ પોતાનું હિરો હોન્ડા સ્પલેન્ડર પ્લસ મોટરસાયકલ પાર્ક કરેલ હતું જેના રજી.નંે. જી.જે.–૧૦–એ.પી.–૪૮૮૮ ની મોડલ વર્ષ ર૦૧૦ બ્લેક કલરનું જેની કિંમત રૂ.ર૦,૦૦૦/– નું કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અતીનભાઈ ડોલરરાઈ દવે એ ફરીયાદ નોંધાવી છે કે, કલાતીત હોટલની બાજુમાં આવેલ એમ્પીરીયલ ગેરેજ પાસે ફરીયાદી અતીનભાઈએ પોતાનું લીલા કલરના પટ્ટાવાળુ ગ્રે–કલરનું હીરો હોન્ડ– કંપનીનું સ્પેલેન્ડર– પ્રો. મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.–૧૦–બી.બી.–રર૯૮ જેની કિંમત રૂ.૩૦,૦૦/– નું કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

દારૂ સાથે શખ્સ ઝડપાયો

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. યુવરાજસિંહ પ્રતાપસિંહ ગોહીલ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧–૬–ર૧ ના નાની ખાવડી ગામે આરોપી અર્જુનસિંહ પ્રવિણસિંહ ચુડાસમાના ઘરે દારૂની બોટલ નંગ–૩, કિંમત રૂ.૧પ૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

(1:38 pm IST)