Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

પોરબંદરમાં કારખાનામાં પડી જતા ભાવેશ બાલસે રાજકોટમાં દમ તોડયો

કારખાનામાં કામ કરતી વખતે બેલ્ટ ખુલી જતા નીચે પટકાયો

રાજકોટ તા. ર : પોરબંદરમાં આવેલા કારખાનામાં કામ કરતી વખતે પડી જતા યુવાનનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ પોરબંદરમાં રહેતો ભાવેશ ભીમજીભાઇ બાલસ (ઉ.ર૯) ગત તા.ર૧ ના રોજ કારખાનામાં કામ કરતો હતો ત્યારે કમ્મરે બાંધેલો બેલ્ટ, અચાનક ખુલી જતા પટકાતા તેને હાથ તથા કમ્મરના ભાગે ગંભીર ઇજા થઇ હતી બાદ તેને સારવાર માટે પોરબંદર બાદ વધુ સારવાર માટે રાજકોટની સીનર્જી હોસ્પીટલમાં ખસેડયાો હતો ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ.એચ.વી.સોમૈયા તથા રાઇટર અર્જુનભાઇ આહીરે પ્રાથમીક કાગળો કરી પોરબંદર મોકલવા તજવીજ હાથ ધરી છે.

(1:37 pm IST)