Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

જુનાગઢ અકિલા બ્યુરો ઓફિસને શુભેચ્છા આપતા પુ.રાજબાપુઃ રરમાં વર્ષમાં પ્રવેશ

જુનાગઢ તા. ર : કાળવા ચોક ડીલકસ સુપર માર્કેટમાં પ્રથમ માળે આવેલ જાુનાગઢ જિલ્લા અકિલા બ્યુરો ઓફિસનો ગઇકાલે રરમાં વર્ષમાં મંગલ પ્રવેશ થતા વિવિધ ક્ષેત્રના આગેવાનો અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા અકિલાના બ્યુરો ચીફ વિનુભાઇ જોષીને આખો દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. જયારે સાધુ-સંતોમાં પુ.જેન્તિરામબાપાએ ટેલીફોનીક આશિર્વાદ આપ્યા હતા. જયારે ઝાંઝરડા ખેતલીયા દાદા મંદિર આનંદ આશ્રમના મહંત પુ.રાજબાપુ અકિલા બ્યુરો ઓફિસ ખાતે પધારી વિનુભાઇ જોષીને શુભેચ્છા પાઠવી હૃદયના ભાવથી આશિર્વાદ આપ્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:36 pm IST)