Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

લાઠી તાલુકામાં નરેન્દ્રભાઇ નેતૃત્વના ૭ વર્ષ પુર્ણ થતા સેવાકાર્યો

દામનગર : લાઠી તાલુકામાં કાચરડી આંબરડી અકાળા ઝરખિયા સહિતના ગ્રામ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ૭ વર્ષના સુશાસન અંતર્ગત સેવા હી સંગઠન હેઠળ માસ્ક વિતરણ રાશનકીટ મીથીલીન બ્લુ સહિત સફાઇ અભિયાનો જેવી પ્રવૃતિઓ કરી હતી. જેમાં શકિત કેન્દ્રોમાં સેવાકાર્ય કરતા લાઠી તાલુકા ભાજપના હોદ્દેદારો, તાલુકા જીલ્લાના ચુંટાયેલ ભારતીય જનતા પક્ષના સદસ્યો, મોરચાના હોદ્દેદારો કાર્યકર્તા સહકારી આગેવાનો તેમજ શુભેચ્છકોએ વિવિધ સેવા પ્રવૃતિઓ કરી હતી.(તસ્વીર-અહેવાલ : વિમલ ઠાકર,દામનગર)

(1:32 pm IST)