Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

ગીર સોમનાથ જીલ્લામાં ૪પ પોઝીટીવઃ ૧૦ના મૃત્યુ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨: ગીરસોમનાથ જીલ્લામાં કોરોના પોઝીટીવના ૪પ કેસો આવેલ છે ત્યારે વેરાવળ સોમનાથ ની અંદર ૧૦ના મૃત્યુ થયેલ છે.

સૌથી વધારે વેરાવળના ૧પ કેસ છે તેમજ આજે વેરાવળ સોમનાથમાં ત્રીવેણી સ્મશાન ઘાટે સાંજે ૭ વાગ્યા સુધીમાં ૧૭ મૃતદેહને અગ્નીદાહ આપવામાં આવેલ હતો તેમાં ૧૦ કોરોના ના મૃતદેહ ને અંતિમ સંસ્કાર કરાયા હતા તેમ ત્રીવેણી સ્મશાન ઘાટમાં સેવાભાવીઓએ જણાવેલ હતું. કેસો ઓછા થતા જાય છે પણ વેરાવળ સોમનાથમાં ત્રીવેણી સ્મશાન ઘાટ અને કબ્રસ્તાનમાં દરરોજ ૧૦ થી ૧રના મૃત્યુ આંક હોય છે જેથી જીલ્લામાં મૃત્યુ આંક મોટો હોય તેમ જાણવા મળેલ છે કોરોનાની મહામારી ઓછી થઈ હોય તેની વચ્ચેમૃત્યુ આંક વધારે આવતા આરોગ્ય માટે તપાસનો વિષય છે ગંભીરતાથી તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

અંતિમવાહીની રથની સુવિધા

વેરાવળ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્રારા વિના મુલ્યે અંતિમવીધી માટે રથની વ્યવસ્થા કરાયેલ છે.

સાગરપુત્ર બોટ એસો.ના પ્રમુખ તુલશી ગોહેલે જણાવેલ હતું કે સાગરપુત્ર ફાઉન્ડેશન દ્રારા અંતિમવાહીની રથ ની વિના મુલ્યે સુવિધા ચાલુ કરાયેલ છે આ સેવા મળી રહે તે માટે સુંદર આયોજન કરાયેલ છે.

ભીડીયામાં દુષ્કર્મ કરાયું

વેરાવળ ભીડીયા વિસ્તારમાં કાર્તિક ઉર્ફે મુન્નો નાનજી ચાવડા ચાર માસ પહેલા હનુમાન ચોક પાસે રહેતી એક પીડીતા સાથે વાતચીતના સંબધ બાંધી સોમનાથ દરીયા કિનારે ફરવા લઈ જઈ ઘરે લઈ ગયેલ હતો અને દુષ્કર્મ કરી જો કોઈને કહીશ તો તારી સગાઈ તોડાવી નાખીશ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા પોલીસમાં ફરીયાદ નોધાવેલ છે.

પાંચ રીક્ષા ચાલકોએ દર્દીઓની સારવાર સેવા ચાલુ કરી

વેરાવળ ઈન્ડીયન રેયોન જન સેવા ટ્રસ્ટ તેમજ પાંચ ઓટોરીક્ષા ચાલકોએ રૂ.પ૦ થી ૧પ૦ સુધી ભાડું નકકી કરી વેરાવળ સોમનાથ વિસ્તારમાં કોઈપણ દર્દીને દવાખાને પહોંચાડવાની માટે રીક્ષા સેવા ચાલુ કરાયેલ છે જેથી ર૪ કલાક રીક્ષા મળી શકશે દર્દીઓને હેરાન ન થવું પડે રાહત દરે રીક્ષા મળે તે માટે આ સેવા ચાલુ કરાયેલ છે.

(1:30 pm IST)