Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

જુનાગઢ સીવીલમાં મ્યુકર માઇકોસીસનાં સાત દર્દી સારવારમાં : કોરોના કેસમાં ઘટાડો

જીલ્લામાં નવા ૯૦ કેસની સામે ૧૮ર દર્દી ડીસ્ચાર્જ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., રઃ  જુનાગઢ સીવીલમાં મ્યુકર માઇકોસીસનાં  સાત દર્દી સારવાર હેઠળ છે અને કોરોનાના કેસમાં ઘટાડો સતત યથાવત રહયો છે.

સિવિલ સર્જન ડો.સુશીલકુમારે સવારે ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે કોરોનાના કેસમાં ઘટાડો થતા સિવિલ હોસ્પીટલમાં અત્યારે પ૧૩ બેડ ખાલી છે. બીજી તરફ મ્યુકર માઇકોસીસના કેસમાં પણ જૈસે થેની સ્થિતિ રહી છે. અત્યારે મ્યુકરનાં સાત દર્દી સીવીલમાં સારવાર હેઠળ છે.

દરમ્યાન જીલ્લામાં ર૪ કલાકમાં જુનાગઢ સીટીના રર સહીત ૯૦ કેસ નોંધાયા હતા. જેની સામે ૧૮ર દર્દી સ્વસ્થ થતા તેમને ડીસ્ચાર્જ કરવામાં આવયા હતા.

ગઇકાલે કુલ ૯૦ કેસમાં જુનાગઢ  ગ્રામ્યના ૬, કેશોદ-૮, ભેસાણ-૪, માળીયા-૧૦, માણાવદર-૮, માંગરોળ-૧૧, મેંદરડા-૭, વંથલી પાંચ અને વિસાવદર પંથકના ૯ કેસનો સમાવેશ થાય છે.

૨૪ કલાક દરમ્યાન કેશોદનાં એક કોવીડ દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું. જો કે જુનાગઢ જીલ્લામાં કોરોનાના કેસ ઘટતા અને મ્યુકર માઇકોસીસના કેસ સ્ટેબલ રહેતા તંત્રમાં રાહત પ્રસરી છે.

(4:57 pm IST)