Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

જુનાગઢ જિલ્લામાં ૪૭ ઉમેદવાર શિક્ષકોને નિમણુંક પત્ર અપાયા

જુનાગઢ જિલ્લામાં ૪૭ ઉમેદવાર શિક્ષકોને જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને નિમણુંક પત્ર આપવામાં આવેલ ઉપરોકત તસ્વીરમાં નિમણુંક પત્ર આપતા સૌરભપારધી ડી.ડી.ઓ. પ્રવિણ ચૌધરી, જિલ્લા શિક્ષકાધિકારી આર.એસ.ઉપાધ્યાય, એજયુ.ઇન્સ રણવિરસિંહ પરમાર, એલ.વી.કરમટા સાથે કેળવણીકાર લક્ષ્મણભાઇ રાવલીયા, નરસિંહભાઇ માંડવીયા સહિતના નજરે પડે છે.(તસ્વીર, મુકેશ વાઘેલા-જુનાગઢ)

જુનાગઢ, તા. ર :  શિક્ષણ વિભાગ અને નિયામકશ્રી શાળાઓની કચેરી ગાંધીનગર આયોજીત અનુદાનીત ઉચ્ચતર માધ્યીમક શાળાઓમાં શિક્ષક સહાયક ભરતી ર૦ર૧ અન્વયે જુનાગઢ જિલ્લાના ૪૭ ઉમેદવાર શિક્ષકોને જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીની અધ્યક્ષસ્થાતામાં નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જુનાગઢ શહેરની ગર્લ્સ હાઇસ્કુલમાં શિક્ષક તરીકે નિમણુંક મેળવનાર દિપ્તીબેન માકડીયાએ જણાવ્યું હતું કે, શિક્ષક બનવાનું સપનું સાકાર થયું છે અને કોરોનાની મહામારીમાં પણ રાજય સરકારશ્રી દ્વારા નિમણુંક પત્રો આપતા અમો સરકારના આભારી છીએ.

શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાય, એજયુકેશન ઇન્સ્પેકટર રણવીરસિંહ પરમાર, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના હોદેદારો તથા ઉમેદવારો હાજર રહ્યા હતાં.

બાદમાં જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં ૪૭ ઉમેદવારોને નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. અને તમામ ઉમેદવારોને કલેકટરશ્રી, ડીડીઓ, શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાય, એજયુકેશન ઇન્સ્પેકટર રણજીત પરમાર, કરમટા તથા શિક્ષણ કચેરીના દ્વારા નિમણુંક પત્ર એનાયત કરી તમામ ઉમેદવાર શિક્ષકોને શુભેચ્છા આપવામાં આવી હતી. તે ઉપરાંત કોરોના મહામારી સમયે શિક્ષણ વિભાગ જુનાગઢ દ્વારા કરવામાં આવેલ કામગીરીના પુસ્તકનું કલેકટરશ્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

જુનાગઢ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ નિલેશભાઇ સોનારાએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર મુકત ભરતી થઇ છે. નવા આવેલા તમામ શિક્ષકોએ આવકારીએ છીએ અને શુભેચ્છા આપીએ છીએ. આ પ્રસંગે સંચાલક અને શૈક્ષણીક સંઘના હોદેદારો સર્વશ્રી નરશીભાઇ માંડલીયા, શ્રી લુણાગરીયા, શ્રી વેજાભાઇ પીઠિયા, નીલેશભાઇ સોનારા, જીતુભાઇ ખુમાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

(1:28 pm IST)