Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

જૂનાગઢ : વોર્ડ નંબર ૧૦ અને ૧૧ સંયુકત રીતે રેડક્રોસ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

જૂનાગઢ : ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા તથા વોર્ડ નંબર ૧૦ અને ૧૧ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, મેયર ધીરુભાઈ ગોહીલ, કોર્પોરેટર હિતેન્દ્રભાઈ ઉદાણી, ગીરીશભાઈ કોટેચા, આરતીબેન જોશી, પલ્લવીબેન ઠાકર તેમજ શૈલેષભાઇ દવે, ખમીર મજમુદાર, કૃષ્ણકાંતભાઈ રૂપારેલીયા સહિતના આગેવાનો જોડાયા હતા તથા બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા શહેર યુવા મોરચાના પ્રમુખ મનન અભાણી મહામંત્રી અભય રિબડીયા તથા યુવા મોરચાના કાર્યકર્તા આકાશ દવે, પ્રીતેશ અપારનાથી, વનરાજ સોલંકી,પરાગ રાઠોડ, ઋષિ માર્થક, રેનીશ ભટ્ટી, ચિરાગ જોશી અને તેજસ જોશી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:28 pm IST)