Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

જેતપુરના ઉમરાળી ગામની સીમમાં મગન પાદરીયાની વાડીમાં ચાલતુ જુગારધામઃ ૬ શકુની પકડાયા

જેતપુરઃ પંથકમાં દારૂ-જુગારની પ્રવૃતિ બંધ કરાવવા એલસીબી પી.આઈ. એ.આર. ગોહીલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.એમ. કોલાદરા તથા મહીપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ, રૂપકભાઈ બોહરા, અનિરૂદ્ધસિંહ જાડેજાને સાથે રાખી ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલ દરમિયાન બાતમી આધારે ઉમરાળી ગામની સીમમાં આવેલ મગન બચુભાઈ પાદરીયાની વાડીમાં જુગારનો અખાડા ઉપર રેઈડ કરતા વસંત બાબુભાઈ ટાંક (રહે. આંબરડી), ભોલો ઉર્ફે મિતેષ જગદીશભાઈ વાગડીયા, અતુલ પાલાભાઈ સાગઠીયા (રહે. બન્ને ખીરસરા-લોધીકા), ક્રિપાલ અભયસિંહ જાડેજા, ઘનશ્યામ દિલુભા જાડેજા (અગાઉ જુગારમાં ૨ વખત પકડાયેલ) (રહે. બન્ને જામકંડોરણા)ને રોકડ રૂ. ૭૮,૩૦૦, છ મોબાઈલ રૂ. ૨૫,૫૦૦ મળી કુલ રૂ. ૧,૦૩,૮૦૦ના મુદામાલ સાથે પકડી પાડી વિરપુર પોલીસને સોંપી દેતા પોલીસે તમામ વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

(1:27 pm IST)