Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

જામનગર જિલ્લાના ઉચ્ચત્ત્।ર માઘ્યમિક શાળાના ૪૧ શિક્ષકોને નિમણુંક પત્રો

જામનગર, તા.૨: જિલ્લા કલેકટર કચેરી જામનગર ખાતે જિલ્લાની બિનસરકારી અનુદાનિત શાળાઓના ઉચ્ચતર માધ્યમિક વિભાગના ૪૧ શિક્ષણ સહાયકોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જિલ્લા કલેકટર રવિશંકર, મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ, અધિક કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા સહિતના અધિકારીશ્રીઓ દ્વારા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતાં

આ પ્રસંગે શિક્ષક સહાયક તરીકે લાલપુરની એલ.એલ.મહેતા કન્યાશાળા ખાતે નિમણૂક પામેલ ઉમેદવાર વઘાસીયા ક્રિષ્નાએ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં પણ સરકારે પારદર્શી અને ન્યાયપૂર્ણ રીતે ભરતી પ્રક્રિયા આગળ ધપાવી અમને રોજગારી પુરી પાડી એ બદલ મુખ્યમંત્રીશ્રી તથા રાજય સરકારનો આભાર વ્યકત કરું છું.તેમજ આવી વિકટ પરિસ્થિતિમાં પણ ભરતીની પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરી ઝડપથી સૌને રોજગારી પ્રાપ્ત થાય તે દિશામાં કરવામાં આવેલ ત્વરિત કાર્યવાહી માટે ભરતી પ્રક્રિયામાં જોડાયેલ દરેકને તમામ ઉમેદવાર વતી અભિનંદન પાઠવું છું.

સમગ્ર કાર્યકમનું સંચાલન ડો. બી.એન.દવે, એજયુકેશન ઇન્સ્પેકટર તથા આભાર વિધિ આચાર્યશ્રી મધુબેન ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયા,ડી.ઇ.ઓ. કચેરી જામનગર ખાતે જિલ્લા શૈક્ષણીક સંદ્ય સંકલન સમિતિ પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, હોદ્દેદારો તથા શાળાઓના ટ્રસ્ટીઓ તથા આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:26 pm IST)