Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

રોજ ૧૦૦૦ ઉપરાંતના ટેસ્ટ થાય છે !!

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત સાતમા દિવસે કોરોના પોઝીટીવ કેસ કરતા ડબલ ડિસ્ચાર્જ કેસ !!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૨ :. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીના તથા આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરાયેલ ઝુંબેશ તથા સતત ટેસ્ટીંગ અને ધન્વંતરી રથની કામગીરીનું પરિણામ સુધારાત્મક આવી ગયુ હોય તેમ સતત સાતમા દિવસે પણ કોરોના પોઝીટીવ કેસ કરતા ડબલ કોરોના દર્દીઓ સાજા થતા કોરોના સંક્રમણ ઘટવા લાગ્યુ છે.

ભાણવડના ૧૯૭, દ્વારકાના ૨૪૮, કલ્યાણપુરના ૩૪૬ તથા ખંભાળિયામાં ૨૧૮ના ટેસ્ટીંગ કાલે થયા હતા. કાલે કોઈ મૃત્યુ તથા મ્યુકોરમાઈકોસીસના એક પણ કેસ નોંધાયા નથી.

(1:24 pm IST)