Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

કોડીનારમાં સ્વૈચ્છીક લોકડાઉન પૂર્ણ : બજારોમાં ધમધમાટ

(અશોક પાઠક દ્વારા)કોડીનાર તા.૨ : કોડીનારમાં છેલ્લા બે મહિના થી ચેમ્બર્સ ઓફ કોમર્સ,નગરપાલિકા અને સહકારી સંસ્થાઓ દ્વારા કોડીનારમાં સતત વકરતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે સ્વૈચ્છિક લોકડાઉન રાખવામાં આવ્યું હતું,જેમાં શરૂઆત માં ત્રણ દિવસ સંપૂર્ણ લોકડાઉન બાદ સમયાંતરે આંશીક લોકડાઉન કરતા વેપારીઓ દ્વારા પોતાના વેપાર ધંધા બંધ રાખી ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શરૂ કરાયેલી કોરોના સંક્રમણ અટકાવવાની લડાઈમાં સતત સાથ સહકાર આપતા તમામની મેહનત રંગ લાવતા કોડીનારમાં કોરોનાના કેસોમાં અત્યંત ઘટાડો થતા ચેમ્બર્સ ઓફ કોમર્સ અને નગરપાલિકા દ્વારા આજ થી સ્વૈચ્છિક લોકડાઉન પૂર્ણ કરવાનો નિર્ણય કરવામાં આવતા આજે સવાર થી જ બજારો આખો દિવસ ખુલી રહેતા કોરોના કાળ પેહલા ની ચહલ પહલ બજારોમાં દેખાતા બજારો ફરી ધમધમી ઉઠતા મંદીનો સામનો કરી રહેલા વેપારીઓમાં આશાનો સિંચાર થયો હતો.

કોડીનાર ચેમ્બર્સ ઓફ કોમર્સ અને નગરપાલિકા દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન પૂર્ણ કરાતા આ અંગે ચેમ્બર્સ પ્રમુખ હરીભાઈ વિઠલાણી અને નગરપાલિકા ઉપ પ્રમુખ સુભાષભાઈ ડોડીયાએ ફરજીયાત માસ્ક પહેરવા, ટ્રાફિકથી ભીડ ન સર્જાય તેની ખાસ તકેદારી રાખવા અને સોશ્યલ ડિસ્ટનસનું પાલન કરવા અને કોરોના ગાઈડ લાઇનનું પાલન કરવા વેપારી મિત્રોને ખાસ અનુરોધ કર્યો હતો.

(12:11 pm IST)