Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

રાજકોટ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે શનિ- રવિ હળવા વરસાદની શકયતા

ગરમી ૩૯ થી ૪૦ ડીગ્રી વચ્ચે, પવનનું જોર રહેશે

રાજકોટ : ભારત સરકારના ગ્રામીણ કૃષિ હવામાન સેવા વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયા હવામાન ખાતા તરફથી મળેલ માહિતી અનુસાર રાજકોટ જીલ્લામાં આગામી તા.૨ થી તા. ૪  દરમ્યાન હવામાન સૂકું, ગરમ અને ચોખ્ખું રહેશે અને  તા.૫ અને તા.૬ જુનના રોજ  વાદળછાયું અને હળવા વરસાદની શકયતા છે.

આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૯-૪૦ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૭-૨૮ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.  તેમજ મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૬૯-૭૭ અને ૨૩-૪૦ ટકા રહેશે. પવનની દિશા પશ્ચિમ અને  નૈઋત્યની રહેવાની અને પવનની ઝડપ ૧૩.૭ થી ૨૦.૮ કીમી/કલાક રહેવાની શકયતા છે.

(12:09 pm IST)