Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

મીઠાપુરમાં ભાજપ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન

મીઠાપુર : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારને કેન્દ્રમાં ૭ વર્ષ પુર્ણ થવાના અવસરે દ્વારકા જિલ્લા ભાજપ ઓખા શહેર યુવા ભાજપના ઓખા શહેર ભાજપના સંયુકત ઉપક્રમે મીઠાપુરમાં રકતદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ. આ કેમ્પમાં પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડા, સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય પબુભા વિરમભા માણેક, દેવભૂમી દ્વારકા, જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ ઉપસ્થિત રહ્યા હતા. અનેક સ્થળોએ ઉકાળા, માસ્ક, સ્લમ વિસ્તારમાં રહેતા  લોકોને ભોજન અપાયુ હતુ. (તસ્વીર-અહેવાલ : દિવ્યેશ જટણીયા, મીઠાપુર)

(12:08 pm IST)