Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

બગસરામાં વિદાય સમારોહ યોજાયો

બગસરા : બગસરા બેંક ઓફ બરોડાના કર્મચારી પટાવાળા ખોડાભાઇ સામતભાઇ સોલંકી છેલ્લા ૨૦ વર્ષથી પણ વધુ સમયથી દેના બેંકમા ફરજ બજાવતા હતા. હાલ બેંક ઓફ બરોડામાં દેના બેંક મર્જ થતા તેનો વયમર્યાદાના કારણે વિદાય સમારંભ યોજાયો હતો જેમાં બેંક ઓફ બરોડાના સ્ટાફ દ્વારા શ્રીફળ ફોટો આપી તથા શાલ ઓઢાડીને સન્માન કરાયુ હતુ જેમાં બેંક ઓફ બરોડાના કર્મચારી સિધ્ધાર્થભાઇ વસ્તાની પાર્થભાઇ સારથી તથા હિંમતભાઇ રાઠોડ તથા જિલ્લા પંચાયતના સદસ્ય ધીરૂભાઇ માયાણી તેમજ ગામડામાંથી સરપંચો સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેંક ઓફ બરોડાના મેનેજર યાદવ જશવંત વતનમાં હોવાથી ફોન દ્વારા શુભેચ્છા પાઠવી હતી.(તસ્વીર-અહેવાલ : સમીર બગસરા, બગસરા)

(12:07 pm IST)