Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

ઉના પાસે પ્રાચીન જૈન તિર્થ અજાહરા પાર્શ્વનાથજી દેરાસર

પ્રાચીન જૈન તીર્થમાં ૩૫ રતલ વજનના ર પ્રાચીન ઘંટ કે જેની ઉપર અજાહરા પાર્શ્વનાથજી સં.૧૦૧૪ શા રાયચંદ જેચંદનો લેખ કંડારેલ છે : અંગ્રેજ વિદ્વાન સંશોધકની મદદથી ભાવનગર પ્રાચીન શોધ પુસ્તક છપાવેલ જેમા પાર્શ્વનાથજી મંદિરનો ૧૪મી વખત જિર્ણોધ્ધારનો ઉલ્લેખ

ઉના : ઉનાથી ૩ કિલોમીટર દૂર પ્રાચીન અજાહારા જૈન તિર્થમાં પાર્શ્વનાથજી બિરાજમાન છે. અજાહારામાં પ્રથમ  નગરી આદિનાથ દાદા માટે નિર્માણ થયેલ અને પાછળથી વિનીતા નગરી તરીકે પાછળથી પ્રસિધ્ધ થયેલ હતી.

વિ.સં. ૧૯૪૦ની સાલમાં અજયપાલના ચોરા પાસે થયેલ ખોદકામમાં નીકળેલા બે સુંદર કાઉસગીયા આ જંબુદ્વિપના ભરતક્ષેત્રમા  આ અવસર્પિણીની પ્રથમ નગરી એટલે પ્રથમ પરમાત્મા યુગાદિદેવશ્રી આદિનાથ દાદા માટે નિર્માણ કરેલ વિનિતાનગરી પાછળથી પ્રસિદ્ઘ પામેલ અયોધ્યાનગરીમાં જયાં પાંચ પાંચ તિર્થંકર પરમાત્માના કલ્યાણકો થયેલા છે તે પુણ્યભૂમિ ઉપર અનેક મહાપ્રતાપી રાજાઓ રાજય કરી દીક્ષાગ્રહણ કરી મોક્ષે ગયા છે એવા પુનિત સ્થળ પર રઘુવંશ પ્રણેતા, રઘુરાજાના પાટવીકુંવર રામ-લક્ષ્મણના દાદા, દશરથ રાજાના પિતા અયોધ્યાપતિ મહારાજા અજયપાલ જેનું બીજું નામ અનરણ્ય હતું તે ન્યાયી, પરાક્રમી, શૂરવીર, ગુણવાન પ્રજાપાલક રાજા હતા. પ્રજાના હૃદયમાં વસેલા હતા. કાળચક્ર  બદલાય છે. નિરોગી રાજા અનેક રોગોથી ઘેરાય છે, વિધિએ પણ કુરતા એવી દાખવી કે અજયપાલ રાજાને આધિ-વ્યાધિ ઉપાધિયુકત ૧૦૮ મહારોગો શરીરમાં દાખલ થાય છે. એક બે બિમારીથી આજનો માણસ દુઃખી દુઃખી થઇ જાય છે જયારે આ તો ૧૦૮ મહારોગોથી પીડાયેલો રાજા રોગગ્રસ્ત જીવનથી કંટાળે છે, અનેક ઉપાયો કરવા છતાં છેલ્લે કાંઇ ન સુજતા એક નબળી પળે, એક નબળી વાત વિચારે છે એટલે આત્મહત્યાનો વિચાર આવ્યો હતો.

વીસમા તીર્થંકર, અશ્વોદ્ઘારક શ્રી મુનિસુવ્રતસ્વામી પ્રભુના શાસનકાળમાં અજયપાલ રાજા જેન ધર્મને પામેલો હતો. દેવ, ગુરૂ પ્રત્યે બહુમાનભાવ રાખવાવાળો હતો. તેના સંસ્કારો આત્મહત્યાનો વિચાર છોડી પરદેશ જવાનો વિચાર કરે છે. કારણ કે પરદેશ જવાથી મને ત્રણ પ્રકારના લાભ થશે. (૧) હવાફેરથી આરોગ્યમાં સુધારો થશે. (૨) માર્ગમાં આવતા દેશ-પ્રદેશ પર વિજય મેળવી શકાશે. (૩) અનેક તીર્થોની યાત્રા પણ થઇ જશે આ પ્રમાણે વિચાર કરીને શુભ મુહૂર્તે સસૈન્ય પ્રયાણ કર્યું, ચાલતા ચાલતા  સૌરાષ્ટ્ર આવ્યા. જયાં કાંકરે કાંકરે અનંત અનંત આત્માઓ સિદ્ઘગતિને પામ્યા છે એવા શત્રુંજય મહાતીર્થની ભાવપૂર્વક યાત્રા કરી આનંદ આનંદ થઇ ગયો, લાંબો પ્રવાસ તેમજ અસાધ્ય બિમારીના કારણે રાજા થાકી ગયો હતો. આગળ વધતાં વધતાં રાજા તથા સૈન્ય દીવ બંદરે પહોંચ્યો. ત્યાનું સુંદર વાતાવરણ જોઇ થોડા દિવસ વિશ્રાંતી કરવાનું મન થયું અને આરામ કરવા લાગ્યો. અયોધ્યાપતિ અજયપાલ રાજા મહામંત્રીને આદેશ કરે છે મંત્રીશ્વર ! હવે રહેવાતું નથી, પીડા સહેવાતી નથી, દીવ બંદરના કિનારે  અગ્નિની ચિતા સળગાવો તેમાં જ સ્નાન કરીને હવે મરી જવું છે, આ બાજુ આકાશમાં દેવવાણી થાય છે. રાજરાજેશ્વરી માતા પદ્માવતી પ્રગટ થાય છે કહે છે કે રાજન્ ધીરજ રાખ! હવે તારા દ્યણા બધા કર્મો ક્ષય થયા છે. તું દીવ બંદરના કિનારે અઠ્ઠમ તપની આરાધના કર, બધું સારૃં થશે.

પ્રાચીન જૈન તિર્થ અંગે ચમત્કારી ઘટનામાં આ અલૌકિક ભવ્ય તીર્થમાં બે વખત ધજા ચઢાવવામાં આવે છે. એક દેરાસરની સાલગીરી વૈશાખ સુદ-૧૧ના દિવસે અને બીજી પોષ દશમી એટલે કે શ્રી પાર્શ્વપ્રભુના જન્મકલ્યાણક દિને. જયારે નવી ધજા ચઢાવીને જૂની ધજા ઉતારવામાં આવે છે ત્યારે ગામની તેમજ પરગામની અઢારે આલમ (કોમ)ની બહેનો તીર્થમાં આવે છે. જેમને સંતાન ન હોય તેવી બહેનો તે ધજાને પોતાને મસ્તકે ચઢાવી થોડીવાર માટે ખોળામાં લઇ, બેસીને પછી ધજા આપી, પ્રભુને નમીને  ચાલી જાય છે, વર્ષોથી જેને સંતાન નથી તેવી સ્ત્રીઓને ખોળો ભરાયાના દ્યણા દાખલાઓ છે.

સોરાષ્ટ્રની પ્રાકૃતિક સંપદા, ચોતરફ નારિયેળી, નીલ સમુદ્રના કિનારા પર વસેલા સમૃદ્ઘિ અને સંસ્કારી નગર એટલે દીવબંદ૨. દેશ પરદેશનો માલ સામાન સોરાષ્ટ્રમાં પહોંચાડે સોરાષ્ટ્રનો માલ-સામાન દીવથી વહાણ દ્વારા દેશ-પરદેશ જતો હોય છે. આ તરફ સમુદ્રમાં અજબ ગજબ બનાવ બને છે. રત્નસાર નામે સોદાગર દરિયાવાટે સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યો હતો. સમુદ્રમાં ભારે તોફાન ઉપડ્યું, અચાનક વહાણ થંભી ગયા. વહાણ આકાશે આલિંગન કરી રહ્યું છે, ભયંકર તોફાન શરૂ થયું, તોફાને માઝા મૂકી  હમણાં જ બધા મોતને ભેટશે તેવું વાતાવરણ જામ્યું હતું. રત્નસાર જોઇ શકતો ન હતો, સમુદ્રમાં કૂદવા પ્રયત્ન કરે છે ત્યાં આકાશમાં દેવવાણી થાય છે, શાસનદેવી પદ્માવતી દેવી પ્રગટ થાય છે. કહે છે ઙ્કબંધુ રત્નસાર! તું શાંત થા, સમુદ્રમાં તોફાન કરાવનાર, તારા વહાણને થંભાવનાર હું જ છું. સાંભળ તારૃં વહાણ જયાં અટકેલું છે, તેની નીચે કલ્પવૃક્ષના કાષ્ઠની બંધ પેટી (સંપુટ) છે તેની અંદર લાખો વર્ષોથી દેવ-દેવેન્દ્રોથી પૂજાયેલી ભાવિ તીર્થકર શ્રી પાર્થપ્રભુની મૂર્તિ છે તેને તું ગ્રહણ કર. તે ગ્રહણ કરીને નજદિકમાં  રહેલા દીવ બંદર ઉપર આરાધના કરી રહેલા અયોધ્યાપતિ મહારાજા અજયપાલ છે તેને આ સંપુટ આપજે. સંપુટમાં રહેલા પાર્શ્વપ્રભુના દર્શન વંદન પૂજનથી મહારાજાના મહારોગો નાશ પામશે.

શ્રી અજાહરા પાર્શ્વનાથજીના દેરાસરજીમાં બે પ્રાચીન ઘંટો રહેલા છે, તેમાં એક ઘંટનું વજન આશરે ૩૫ રતલ જેટલું છે. તેની ઉપર શ્રી અજાહરા પાર્શ્વનાથજી સં. ૧૦૧૪ શા રાયચંદ જેચંદ' આ પ્રમાણેનો લેખ છે. બીજા દ્યંટનો લેખ સંસકૃત બાલાવબોધ લિપિમાં છે, જેનો અર્થ આ પ્રમાણે છે- સંવત ૧૬૨૨ વર્ષે અષાઢ સુદ- ૨ ઉના વાસ્તવ્ય શ્રી ઉનાવંશ શાતિ કાવુહરા જગપાલ ભાર્યા બાઇ ટબકાઇ પુણ્યાર્થે ઘંટકા પત્રિકા લાલબાઇ ટિંભા.

દેવવાણી પૂર્ણ થયા બાદ સમુદ્ર શાંત થયો, વંટોળ સમી ગયો, દેવ-ગુરૂનો પરમભકત રત્નસાર શેઠે વહાણ નીચેથી દરિયાના પેટાળમાંથી બહુમાનપૂર્વક સંપુટ લેવરાવી વહાણમાં ચઢાવી, વહાણને લઇ દીવ બંદર તરફ આગળ વધ્યો. ત્રીજે દિવસે દિવબંદરના કિનારે પહોંચ્યો. પરમ ભકિતવાળો રત્નસાર શેઠ પોતાના સાથીઓ સાથે અયોધ્યાપતિ અજયપાલ રાજા પાસે જાય છે અને વધામણી આપે છે તથા દેવવાણી, પાર્શ્વપ્રભુની મૂર્તિની વાત કરે છે. બન્ને જણા સપરિવાર દરિયા કિનારે આવે છે.

 વિ.સં. ૧૯૭૯ની સાલમાં લેપ જીર્ણ થતા નવો લેપ કરવા અમદાવાદથી બે કારીગરો આવેલા. તે દિવસે પૂજારીએ વહેલા પક્ષાલ-પૂજા વગેરે કર્યા બાદ આરતી- મંગળદીવો બાકી રહ્યા અને કારીગરોએ કામ શરૂ કર્યું, ત્યારે પૂજારીએ આરતી- મંગળદીવો થયા પછી કામ કરવાની સૂચના કરતા કારીગરોએ કહ્યું કે- શ્નવાણિયાના ભગવાન જોયા હવે આટલું બોલતાંની સાથે જ તોપ છૂટ્યા જેવો અવાજ થયો, કારીગરોનાં ઓજારો પડી ગયાં. આખું દેરાસર રંગમંડપ લાલ રંગથી છવાઈ ગયું. માણસો એકબીજાને  જોઇ પણ નહોતા શકતા. ભયભીત થયેલા કારીગરોએ પરમાત્મા તરફની ઉપેક્ષાની ક્ષમા માગી. દસ જ મિનિટમાં વાતાવરણ પૂર્વવત્ શાંત થયું. કારીગરોએ પરમાત્માની કરેલી આશાતના બદલ ફરી માફી માંગી, પછી ભકિતપૂર્વક લેપનું કાર્ય શરૂ કરી પૂર્ણ કર્યું.

આ સ્તૂપમાં વચ્ચે શ્રી ઋષભદેવની પાદુકા છે. તેની પૂર્વ દિશામાં શ્રી આનંદ-વિમલસૂરીશ્વરજીની, દક્ષિણ દિશામાં શ્રી વિજયદાનસૂરીશ્વરજીની, પશ્યિમ દિશામાં જગતગુરૂ શ્રી વિજયહિરસૂરીશ્વરજીની, ઉતર દીશામાં સવાઈ બિરૂદ ધારક શ્રી વિજય સેનસૂરીશ્વરજીની, અગ્નિ ખૂણામાં શ્રી મેઘમુનીશ્વરજીની, નૈરૂત્ય ખૂણામાં શ્રી તત્વકુ શળજીની, વાયવ્ય ખૂણામાં શ્રી ઋષિવીરજીની અને ઇશાન ખુણામાં શ્રી વિદ્યાસાગરજીની પાદુકા છે.

રઘુકુળના પ્રતાપી વંશજ અજયપાલ રાજા રત્નસાર શેઠની વાત સાંભળી અત્યંત આનંદીત થઇ ગયો, મહારાજા રાજપરિવાર સાથે સમુદ્ર કિનારે આવે છે. સ્વપ્નના સંકેત મુજબ તથા દેવવાણીની વાત મુજબ રત્નસાર શેઠ સંપુટ લઇ રાજાને અર્પણ કરે છે. મહારાજા તે સંપુટને બહુમાનપૂર્વક ગ્રહણ કરીને રાજપરિવાર, દીવના નગરજનો, રત્નસાર શેઠના સાથીદારો આદિ બધાની સાથે વાજતે ગાજતે સત્કાર, સન્માન, બહુમાન સાથે સંપુટને હાથીની અંબાડી ઉપર સ્થાપન કરી નગર પ્રવેશ કરાવી રાજમહેલમાં  શુભ પ્રવેશ કરાવે છે.

અજ યપાળનો ચોરોના નામે ઓળખાતો એક ઊંચો ઓટલો છે; તે ચોરામાં ધન દાટેલું છે એવી માન્યતાથી એક વખત સ્ટેટ તરફથી તેને ખોદાવવાની શરૂઆત કરવાથી તેમાંથી ભમરા નીકળતા કામ સ્થગિત કરવું પડયું. આ પ્રમાણેની લોકવાયકા સંભળાય છે. આ ચોરા પાસે અત્યારે પણ ઘણા અવશેષો મોજૂદ છે.

અજયપાલ મહારાજા તેના રાજપરિવાર તથા રત્નસાર શેઠ, દીવના નગરજનો સાથે બહુમાપૂર્વક સંપુટને રાજમહેલમાં મણિમય સુંદર સુવર્ણના સિંહાસન ઉપર  સ્થાપન કરે છે. સંપુટને મહારાજા સ્વયં ખોલે છે અને પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીનું અભૂત, ઝળહળતું, અભૂત કાંતિવાળુ બિંબ અને મસ્તક પર પોતાની ફણાઓને છત્ર રૂપ બનાવી ભકિત કરી રહેલો ધરણેન્દ્રદેવ તથા પ્રભુજીની બન્ને બાજુમાં ચામરધારી દેવો, નીચે પાટલીમાં નવગ્રહ આલેખન કરેલા છે આવી અનુપમ શોભાથી યુકત દેદીપ્યમાન  મનભાવન બિંબને નિહાળતા જ (દર્શન થતાં જ) મહારાજાના ૧૦૮ મહારોગમાંથી ૧૦૭ રોગ નાશ પામે છે.

 વિ.સં. ૧૯૫૪માં જયારે આ તીર્થના જીર્ણોદ્ઘારની શરૂઆત કરી ત્યારે એક સંધ્યાએ શિખરના અગ્રભાગ ઉપર મંચ બાંધી શિખર ઉપર પાલિતાણાના ભાયાજીવા અને ભીમાજેઠા વગેરે કારીગરો કામ કરતા હતા. અચાનક આકાશવાણી થઈ- સાવચેત થાઓ, નીચે ઊતરો! આ સાંભળી કારીગરો નીચે ઊતર્યા કે તરત જ માંચડો તુટી પડ્યો વિ.સં. ૨૦૩૪ના ભાદરવા વદ એકમના સવારે શ્રી અજાહરા દાદાની સમક્ષ ગભારામાં સફેદ મૂછવાળા લાંબા નાગરાજ પોતાની ફણા ફેલાવીને થોડો સમય પરમાત્માની   ધરી, સંઘને દર્શન આપી અલોપ થઇ ગયા.

અયોધ્યાનરેશ અજયપાલ રાજા સુંદર સુવર્ણના સિંહાસન પર પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વપ્રભુને સ્થાપીને અષ્ટપ્રકારી પૂજાની ઉતમોતમ સામગ્રી લઇને હૃદયના ભાવો સાથે ધામધૂમપૂર્વક પૂજા કરે છે. દેવલોકના ઇન્દ્ર મહારાજા, બીજા પણ દેવો રાજાની અપૂર્વ ભકિત જોવા, માણવા દોડી આવે છે. આ તરફ મહારાજાને પ્રભુ ભકિતનો આનંદ હૃદયમાં સમાતો ન હતો, અપૂર્વ આનંદનો અનુભવ કરી રહ્યા હતા. ભકિત બાદ વર્ષો પછી પ્રથમ જ વાર સારી રીતે નિદ્રા આવી જાય છે.

 એક દિવસ લોકોનું આવાગમન નહિવત્ હતું. તે દિવસે પૂજારીની સેવા-ભકિતની પરીક્ષા કરવા ત્યાંના મહેતાજીએ પક્ષાલ થયા બાદ થોડા ભગવાન બાકી રાખી, થોડા ભગવાનની પૂજા કરી, બપોરે દેરાસર માંગલિક કર્યું. બાદ મહેતાજીએ પૂજારીને પૂછતાં પૂજારીએ મહેતાજીને કહ્યું કે- તમે પૂજા કરતા હતા તેથી મેં કાંઇ લક્ષ ન દીધું.બાદ પૂજારી નાહીને દેરાસર ખોલી પૂજા કરવા ગયો અને આશ્યર્ય...! બધા જ પરમાત્માને તાજા કેશર-ચંદનથી પૂજા થયેલી હતી..! તાજા તિલક જોઇને મહેતાજી અને પૂજારી  બંનેએ અનુમાન કર્યું કે-આપણા બે સિવાય આજે કોઇ ત્રીજી વ્યકિત આવી જ નથી, માટે નક્કી અધિષ્ઠાયક દેવે પરમાત્માની પૂજા કરી છે. અને બંને અત્યંત ભાવવિભોર બની પ્રભુને ઝુકી પડ્યા.

પાંદડાં લેવાની વિધિ લોક માન્યતા પ્રમાણે સર્વ પ્રથમ તો વૃક્ષ પાસે જઇ દીપક પ્રગટાવીને રોગના નિવારણ માટે પાંદડા લઇ જવાની આજ્ઞા લઈ યાચના કરવી, યાચના કરવા રૂપ વૃક્ષને નોતર્યા બાદ ત્યાં શ્રીફળ વધેરીને વૃક્ષને કિલામણા ન થાય તે રીતે નોતરેલા વૃક્ષનાં પાંદડાં હળવેથી ખૂબ શ્રદ્ઘાપૂર્વક લઇને તે પાંદડાં વાટીને લગાડવાથી રોગ નષ્ટ થાય છે.

ઈતિહાસના પુરાવા વિ. સં. ૧૯૪૨માં ભાવનગર જિલ્લા તરફથી ડો. પીટર પીટર્સન નામકે અંગ્રેજ વિદ્વાન સંશોધકની મદદથી ભાવનગર પ્રાચીન શોધ સંગ૭ ભાગ પાડેલો' નામનું પુસ્તક છપાવેલ, તેમાં દાખેલ લેખ પ્રમાણે વિ.સં. ૧૯૭૭ની સાલમાં શ્રી અજાહરા પાર્શ્વનાથજીના મંદિરનો ૧૪મી વખત જીર્ણોદ્ઘાર થયેલાનો લેખ દેરાસરમાંથી મળેલ. આ પવિત્ર દેરાસરનો પૂર્વે ૧ જ વખત જીર્ણોદ્ઘાર થઇ ગયેલ હોવા છતાંય મૂળનાયકનું બિંબ તો તેવું ને તેવું જ છે. આ બિંબનું બનેલું  લાગે છે. વિ.સં. ૧૯૫૫ના વર્ષમાં તથા સં. ૨૦૫૮ના વર્ષમાં નવો લેપ કરાવતા જૂનો લેપ કાઢી નાખી પ્રતિમાજીને નિહાળતા લાખો વર્ષ પૂર્વેનું હોવાનું અનુમાન થાય છે.

નિદ્રા સમાપ્તી બાદ પ્રાતઃકાલમાં ઉઠતા જ અયોધ્યાપતિ મહારાજા અજયપાલ અષ્ટપ્રકારી પૂજાની ઉત્ત્।મોત્ત્।મ સામગ્રી લઇ ધામધૂમપૂર્વક અત્યંત ઉલ્લાસ સાથે સ્નાત્ર મહોત્સવ કરે છે, તેનું જુવણ જલ પોતાના આખા શરીર પર વિલેપન કરે છે. ત્વચા સુવર્ણવર્ણ થઇ જાય છે તથા દાહ પણ શાંત થઇ જાય છે. રઘુકુલના પ્રતાપી પુત્ર અજયપાલ રાજાએ પોતાના ૧૦૮ મહારોગોને ચપટીમાં જ દૂર કરનારા એવા પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવા માટે ગગનચુંબી જિનાલયનું નિર્માણ  કરાવે છે. તેમાં પ્રભુને બિરાજમાન કરવા પ્રતિષ્ઠા કરવા મોટો મહોત્સવ કરાવે છે. પ્રતિષ્ઠા બાદ આ તીર્થના નિભાવ માટે, જિનાલય તથા પ્રભુજીની રક્ષા માટે અજયપુર ગામની સ્થાપના કરે છે અને નિભાવ માટે ૧૦ ગામ તીર્થ માટે સમર્પિત કરે છે. ત્યારબાદ મહારાજા સિદ્ઘ ગિરિરાજની પાંચમી ટુંક સમા ગિરનાર મહાતીર્થની યાત્રા કરવા પ્રયાણ કરે છે.

 ૧પમા જીર્ણોદ્ઘારનો ઇતિષ્ઠાસ આજથી ૪૦૦ વર્ષ પૂર્વે પૂજય જગદ્ગુરુ શ્રી હીરસૂરીદાદાએ શ્રી અજાહરા પાર્શ્વનાથને પ્રતિષ્ઠિત કર્યા હતા. ૪૦૦ વર્ષ પછી ધરમપુર નરેશ  પ્રતિબોધક, યોગનિષ્ઠ પ.પૂ.આચાર્ય શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના ભોપાલ તીર્થોદ્ઘારક, ગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય શ્રી વિજય હેમપ્રભસૂરીશ્વરજી મ.સા. (ગિરિવિહારવાળા)એ વર્ષીતપની તપસ્યામાં ઉગ્ર વિહાર કરીને શ્રી ઉના જૈન સંદ્યની વિનંતીથી વિ.સં. ૨૦૫૯ના ચૈત્ર વદ પાંચમના પ્રતિષ્ઠા કરાવી.

મહારાજા અજયપાલ જયાં ૨ ૨ મા નેમનાથ પ્રભુના ત્રણ ત્રણ કલ્યાણક થયા છે તે પાવન તીર્થ ગિરનારની યાત્રા કરી, નેમનાથ દાદાને તન-મન-ધનથી ભેટી દર્શન વંદન પૂજન કરી પુનઃ અજયપુર ગામ આવી શ્રી અજાહરા પાર્શ્વનાથ પ્રભુની ભાવપૂર્વક ભકિત કરે છે. આ સમયમાં વિહાર કરતા ગુરુભગવંતો અજાહરા પાર્શ્વનાથ દાદાની યાત્રા કરવા પધારે છે. ત્યારબાદ અજયપાલ રાજા જ્ઞાની ગુરૂ ભગવંતને પ્રભુના અદ્બુત મહાભ્યને પૂછે છે, જ્ઞાની ભગવંત કહે છે હે રાજન! આ પ્રતિમાના દર્શનથી તમામ  બિમારીઓ તથા અસાધ્ય વ્યાધિ ચપટી વગાડતા જ નાશ પામશે. પ્રભુના નામ સ્મરણથી શાકિની, ભૂત, વેતાળ, રાક્ષસ, યક્ષ સંબંધી બધા જ ઉપસર્ગો દૂર થઈ જશે. પ્રભુની પ્રતિમા લાખો વર્ષોથી દેવતા વડે સ્વર્ગમાં, પાતાળમાં, સમુદ્રમાં પૂજાયેલ છે. વિશેષમાં ધરણેન્દ્ર દેવે ૧ લાખ વર્ષ સુધી, કુબેરદેવે ૬૦૦ વર્ષ સુધી, વરૂણ દેવે સાત લાખ વર્ષ સુધી ભાવપૂર્વક પૂજા કરી છે. આ પ્રતિમાનો મહિમા અવર્ણનીય છે.

દિલ્હી મહાનગરની ધન્ય ધરા પર પરમ  શ્રમણોપાસિક ચંપા શ્રાવિકા છ મહિનાના ઉપવાસના પચ્ચકખાણ લઈને પાલખીમાં વાજતે ગાજતે જઈ રહ્યા છે, મોડેલમાં રહેલા અકબર બાદશાહ જુવે છે અને પૂછે છે કે આ તપસ્યા કોની કૃપાથી કરી ? કહે છે પૂ. ના, હીરવિજયસૂરિકાદાની કૃપાથી કયું છે. અકબર બાદશાહ જગદગુરૂ ગુરૂભગવંતના ચારિત્રના પ્રભાવથી પ્રતિબોધ પામે છે અને બાદ જૈન ધર્મી, અહિંસક બને છે. પૂ. હીરસૂરિ મ. સા. ની પ્રેરણાથી બાદશાહે આખાય ભારતદેશમાં અમારીની ઘોષણા  રાવે છે. દસ્તાવેજ આપે છે. જયારે પૂ. જગદગુરૂ કાળધર્મ પામ્યા ત્યારે જે ભૂમિમાં અગ્નિસંસ્કાર કર્યું તે ભૂમિમાં ત્યારે અકાળ માંબા પાકે છે. શાહબાગ ૅં ઉના ગામના છેડે નદી કિનારે આ સ્થળ આવેલું છે. વિ.સં. ૧૬૫૨ ભાદરવા સુદ-૧૧ની રાત્રિએ જગદગુરુ શ્રી વિજય હિરસૂરી મહારાજને કાળધર્મ પામ્યા તે સમાચાર પરમભકત એકબર બાદશાહને મળતા ખેદ પામ્યો અને અગ્નિ સંસ્કાર માટે ૧૦૦ વિદ્યા. જમીન સંધને ભેટ આપેલ તેમાં આજે ૬૦ વીદ્યા જમીન સંદ્ય પાસે હાલમાં છે. આ સ્થળે ટોટલ ૧૨  સૂરિભગવંતોની દેરી પણ છે.

અજાહરા તીર્થથી માત્ર ત્રણ કીલોમીટરના અંતરે આવેલું આ પ્રાચીન શહેર છે. અહીં જગદગુરૂ વિજયહીરસૂરી દાદાએ બે બે ચાતુર્માસ કરેલ છે તથા અંતિમ ચાતુર્માસ અને સમાધિમય કાળધર્મનો લાભ આ પુણ્ય ભૂમિને સાંપડેલ છે. આ શહેરમાં આજે નવ દેરાસર એક જ કમ્પાઉન્ડમાં છે. મુખ્ય મૂલનાયક આદિનાથ પ્રભુજી છે. જે સ્થળ ઉપર જગદગુરૂ દાદા કાળ પામ્યા હતા તે સ્થળે ગુરૂ મંદિર તથા પ્રતિમા છે.

દેલવાડાઃ ઉનાથી ૫ કિ.મી. અજાહરાથી ૪ કિ.મી. દૂર આ ગામ આવેલ છે. આ ગામ પહેલાના કાળમાં દેવકુલપાટક તરીકે ઓળખાતું હતું. અત્રેના જિનાલયનો જિર્ણોદ્ઘાર વિ.સં. ૧૭૮૪માં થયાનો ઉલ્લેખ મળે છે. ચિંતાને હરનારા શ્રી ચિંતામણી દાદા અહીયાં મૂળનાયક તરીકે બિરાજમાન છે. જીર્ણ દેરાસર પાસે જીર્ણ ધર્મશાળા છે.

: સંકલન :

નિરવ ગઢીયા ઉના

(12:00 pm IST)