Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

જસદણ -વિંછીયા પંથકના P.H.C/ C.H.Cમાં આરોગ્યલક્ષી સાધનો ખરીદવા માટે ૫૯ લાખની ગ્રાન્ટ ફાળવતા કુંવરજીભાઇ બાવળીયા

જસદણ અને વિછીંયા ખાતે ઓકિસજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે

(વિજય વસાણી દ્વારા)જસદણ—વિંછીયા વિધાનસભા મત વિસ્તારમાં આવેલ P.H.C અને C.H.C કેન્દ્રો માટે લેબોરેટરીના સાધનો વસાવવા માટે રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ૫૯.૦૦ લાખની પ્રથમ તબકકાની ગ્રાન્ટની ફાળવણી કરી છે.

કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પોતાના મત વિસ્તારના લોકોની આરોગ્યની ચિંતા કરી વર્ષ દરમ્યાન ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી જસદણ તાલુકામાં આવેલ ભાડલા, જીવાપર, કમળાપુર, આટકોટ, લીલાપ્ર, કાનપર, કનેસરા, વડોદ વિંછીયા તાલકામાં આવેલ ભડલી, દેવધરી, મોઢુકા, અમરાપર, પીપરડી, છાસીયા  P.H.C કેન્દ્રો ખાતે એકિસજન કોન્સન્ટ્રેટર તથા નેબ્યલાઈઝર ફાળવવા માટે કુલ રૂ.૯.૫૨ લાખની ગ્રાન્ટ ફાળવી છે.

જસદણ ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સેલ કાઉન્ટર માટે રૂમ.૨.૫૦ લાખ, બાયોમેટ્રીક એનેલાઈઝર માટે રૂ.૧.૨૫ લાખ, ઈ.સી.જી મશીન માટે રૂમ. ૦.૫૦ લાખ, ડીજીટલ એકસ-રે મશીન માટે રૂમ.૭.૦૦ લાખની ફાળવણી કરવામાં આવી છે જયારે સાણથલી C.H.C કેન્દ્રમાં સેલ કાઉન્ટર માટે રૂમ.૨.૫૦ લાખ, બાયોમેટ્રીક એનેલાઈઝર માટે ર્મ.૧.૨૫ લાખ, ઓકસીઝન કોન્સન્ટ્રેટર માટે રૂ.૧.૩૦ લાખ અને વિંછીયા C.H.C માટે ઈ.સી.જી મશીન માટે રૂ.૫૦ લાખ, ડીજીટલ એકસ-રે મશીન માટે રૂ.૭.૦૦ લાખ અને વિંછીયા ખાતે ઓકસીજન પ્લાન માટે રૂ.૨૫.૦૦ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે જયારે જસદણ સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ.કેર ફંડમાંથી ઓકસીજન પ્લાન સ્થાપવામાં આવશે.

સરકારી હોસ્પિટલોમાં સાધનો ઉપલબ્ધ થયે ગ્રામ્ય વિસ્તારના લોકોને મહત્વના રીપોર્ટ વિના મુલ્યે નજીકના આરોગ્ય કેન્દ્રો પરથી જ થઈ શકશે ખાનગી હોસ્પિટલોમાં રીપોર્ટ કરવા પાછળ થનારા મોટા ખર્ચાઓ થતાં અટકશે અને આર્થિક નબળી સ્થિતીના લોકોને આવનારા સમયમાં લાભ મળતો થઈ જશે.

(11:59 am IST)