Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

જસદણમાં સમસ્ત પાટીદાર શૈક્ષણિક તાલીમ ભવનમાં ઓકિસજન પાર્ક બનશે

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ,તા.૨ : જસદણમાં સમસ્ત પાટીદાર શૈક્ષણિક ટ્રેનિંગ ભવન ખાતે ઓકિસજન પાર્ક બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ગુજરાત પાસના અગ્રણી અને પાટીદાર સૈક્ષણિક ટ્રેનિંગ ભવનના પ્રણેતા દિનેશભાઈ બાંભણિયાની સૂચના અનુસાર હાલ ગ્લોબલ ર્વોમિંગ કોંક્રેટના જંગલ વચ્ચે મુળ જંગલ, ઝાડ અને વનસ્પતિ નષ્ટ થતા જાય છે. કુદરતી  પ્રકૃતિ સાથે છેડછાડ થયો હોવાથી હાલના સમયમાં  ઓકિસજન માટે જે રીતે રઝળપાટ થયો હતો તેમજ દોડધામ મચી હતી જેથી  પર્યાવરણ બચાવવા ઔષધિ ફળ-ફૂલ  સહિતના  વૃક્ષો વાવવા, વૃક્ષનું જતન કરવું અને સુંદર મજાનું ઔષધી વન બનાવવું તથા ઓકિસજન  પાર્ક બનાવવા શૈક્ષણિક ભવનના આગળના ભાગમાં વૃક્ષો વાવવા માટે તૈયારીઓ આરંભ કરી દેવાઈ છે. આ તકે જસદણ પાટીદાર સમાજના આગેવાનો કમલેશભાઈ હિરપરા, રમેશભાઈ જેસાણી, વેલજીભાઈ હિરપરા, મહેશભાઈ સતાસિયા, નરેશભાઈ ચોહલીયા, વિપુલભાઈ ટાઢાણી, પ્રકાશભાઈ બોઘરા, વિપુલભાઈ ટીલાળા અને નટુભાઈ બોઘરા સહીત સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી શ્રમ યોગદાન આપ્યું હતું.

(11:59 am IST)