Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

કેશોદની બજારોમાં ખારેક અને જલદારૂનું આગમન

ખારેકનું પ્રતિ કિલો ૧૫૦ જલદારૂ ૨૦૦ના ભાવે વેંચાણ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા.૨: કચ્છની અમૃત ગણાતી ખારેકનું કેશોદની બજારોમાં આગમન થતાં શહેરના મુખ્ય માર્ગો પર ફ્રૂટની લારીઓ તથા ફ્રૂટની દુકાનોમાં ખારેકનું વેચાણ શરૂ થયુ છે જો કે હાલમાં ખારેકના પ્રારંભના પહેલા દિવસે એક જ જાતની ખારેકનું આગમન થયુંછે.

જે કચ્છની ખારેકનુ બજારોમાં આગમન થયુંછે ખારેક પણ વિવિધ જાતની આવેછે જે થોડા દિવસો બાદ અન્ય વિવિધ જાતની ખારેક બજારોમાં જોવા મળશે. ખારેકની બજારોમાં વેચાણની શરૂઆતમાં પ્રતિ કિલો ૧૫૦ રૂપીયાના ભાવે છુટક વેંચાણ થઈ રહયુછે ખારેકનું બજારોમાં આગમન થતાં લારીઓમાં છુટા છવાયા લોકો થોડી માત્રામાં ખારેકની ખરીદી કરી રહયાછે. કારણ કે એક તરફ કોરોના મહામારીના કારણે મંદિના માહોલનો પણ અસર જોવા મળેછે સાથે ખારેકના આગમન સમયે ભાવ વધુ હોવાથી પણ લોકો ખારેકની ખરીદી કરવાનુ ટાળતા હોયછે આશરે દશેક દિવસ બાદ વિવિધ જાતની ખારેકનું બજારમાં આગમન થયાં બાદ ભાવમાં ઘટાડો આવશે તેવું ખારેકનુ છુટક વેચાણ કરતા વેપારીઓ જણાવી રહયાછે. ખારેકની સાથે ખાટા મીઠા સ્વાદ ધરાવતા જલદારૂનું પણ બજારમાં આગમન થયુંછે જે હાલમાં પ્રતિકિલો ૨૦૦ રૂપીયાના ભાવે છુટક વેંચાણ થઈ રહયુ છે.

(11:57 am IST)