Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

રાજકોટ એસટી.ને નિગમની ભેટઃ સરધારમાં ર કરોડના ખર્ચે નવુ બસ સ્‍ટેન્‍ડઃ મુખ્‍યમંત્રી દ્વારા ઇ.ખાતમુર્હુત

શુક્રવારે ભવ્‍ય કાર્યક્રમ : તમામ સુવિધાઃ એડવાન્‍સ બુકીંગ પાસ-૭ પ્‍લેટફોર્મ ઉભી થશે

રાજકોટ તા. ર : રાજકોટ એસટી ડીવીઝનને એસટી બોર્ડે કોરોના કાળ બાદ મહત્‍વની એક ભેટ આપી છે, રાજકોટ થી ૧૮ કિ.મી.દુર ૮ હજાર ચો.મી. જગ્‍યા ઉપર ર કરોડના ખર્ચે અદ્યતન નવુ બસ સ્‍ટેન્‍ડ બનશે, જેનું ઇ-ખાતમુર્હુત શુક્રવારે સવારે ૯-૩૦ કલાકે રાજયના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ  રૂપાણીના હસ્‍તે થશે.

અધીકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે આ નવા બસ સ્‍ટેશનમાં ૮ થી વધુ પ્‍લેટ ફોર્મ, ટિકીટબારી, એડવાન્‍સ બુકીંગ વેઇટીંગ રૂમ, વિશાળ પાર્કિગ, શૌચાલય, પીવાનું પાણી, અને કોમર્શીયલ દુકાનો સાથેનું ખાસ સેટ અપ હશે.

નવા બસ સ્‍ટેશન અંગે આજે સાંજે ફાઇનલ કાર્યક્રમ જાહેર થશે, કાર્યક્રમમાં વાહન વ્‍યવહાર મંત્રી, એસટીના એમડી., સચિવ, ઉપરાંત ડિવીઝનલ નિયામકશ્રી યોગેશ પટેલ, ડેપો મેનેજરશ્રી વરમોરા તથા અન્‍યો ખાસ ઉપસ્‍થિત રહેશે અંદાજે ૮ થી ૧૦ હજાર ચો.મી.જગ્‍યા ઉપર રાજકોટ એસટી ડિવીઝનનો આ ૧૦મો ડેપો હશે, સ્‍ટાફ સહિતનું મહેકમ હવે ફાઇનલ થશે.

(11:41 am IST)