Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

સવારે વાદળા છવાયા : સૌરાષ્‍ટ્ર -કચ્‍છમાં અસહ્ય બફારો

મહતમ તાપમાનનો પારો ઉંચો : પવનના સુસવાટા યથાવત

ગોંડલ : ગોંડલમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયુ હતું. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

રાજકોટ,તા. ૨: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સવારથી વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે અને સવારે વાદળા છવાયા હતા. જો કે ત્‍યારબાદ ધુપ-છાવવાળુ વાતાવરણ છવાયું છે અને રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અસહ્ય બફારાનો અનુભવ થઇ રહ્યો છે.

મહતમ તાપમાનનો પારો ઉંચે ચડતા સવારથી જ અસહય ગરમીનો અનુભવ થઇ રહ્યો અને પવનના સુસવાટા યથાવત છે.

હવામાન ખાતા અનુસાર (૧) આજે તા. ૨ જુને સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં હળવા-મધ્‍યમ વરસાદની આગાહી જ્‍યારે (૨) તા.૩ના અમરેલી, ભાવનગર, દાહોદ, આણંદમાં વિજળીના કડાકા ભડાકા તીવ્ર પવન સાથે વરસાદની ચેતવણી અને આગાહી (૩) તા.૪ના રાજકોટ, જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દિવ તથા દમણમાં તોફાની વરસાદી ઝાપટાની ચેતવણી (૪) તા. ૫ના અમદાવાદ, આણંદ, ખેડા જિલ્લા ઉપરાંત રાજકોટ, સુરેન્‍દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ કચ્‍છ અને દિવ વિસ્‍તારોમાં તીવ્ર પવન સાથે વરસાદની ચેતવણી અપાઇ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : શહેરનું મહતમ તાપમાન ૩૮.૩ ડિગ્રી, લઘુતમ ૨૫ ડિગ્રી, ભેજ ૬૬ ટકા અને પવનની ઝડપ ૧૩.૩ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

(11:40 am IST)