Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

માસ્‍ક, જાહેરનામા ભંગ અને વાહનના ૮૧૭થી વધુ કેસ નોંધાયા

ગોંડલ પોલીસે કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા ત્રીજું નેત્ર ખોલ્‍યું : નાયબ પોલીસ અધિક્ષકના તાબા હેઠળ આવતા ૧૦ પોલીસ સ્‍ટેશનની સરાહનીય કામગીરી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨ : કોરોનાની પહેલી અને બીજી લહેર એ માનવ જીવનને અસ્‍તવ્‍યસ્‍ત કરી નાખ્‍યું છે ત્‍યારે તકેદારીના ભાગરૂપે ત્રીજી લહેર ઊભી થાય તે પહેલાં તકેદારીના ભાગરૂપે ગોંડલ નાયબ પોલીસ અધિક્ષકના તાબા હેઠળ આવતા દસ પોલીસ સ્‍ટેશનના સ્‍ટાફ દ્વારા માસ્‍ક, જાહેરનામા ભંગ અને વાહન મળી ૮૧૭ જેટલા કેસ નોંધી સરાહનીય કામગીરી કરી હતી.

ગોંડલ નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલાએ જણાવ્‍યું હતું કે કોરોનાની આવનાર ત્રીજી લહેર ની સામે ટકી રહેવા તકેદારી ખૂબ જરૂરી છે તેના ભાગરૂપે જિલ્લા પોલીસવડાના આદેશથી ગોંડલ નાયબ પોલીસ અધિક્ષક હેઠળ આવતા દસ પોલીસ સ્‍ટેશનના તમામ કર્મચારીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં માસ્‍કના ૪૯૩, જાહેરનામા ભંગના ૨૨૫ અને વાહનના ૯૯ કેસ મળી કુલ ૮૫૭ કેસ નોંધવામાં આવ્‍યા છે આગામી દિવસોમાં પણ આ બાબતે વધુમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવી જરૂરી છે.

(11:37 am IST)