Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

ગોંડલ જેલ ચોકમાં મહિલા પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો

પાઉંભાજીની લારીએ ગાળો બોલાવાની ના પાડતા ઉશ્કેરાયા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨ : જેલ ચોક ખાતે ગીરીશભાઈ સરવૈયાના ચાલી રહેલ કન્ટ્રકશન કામનું રખોપું કરતા મૂળ કાલાવડ તાલુકાના નાના વડાળા ગામના નરેન્દ્રભાઈ ભાવાભાઈ ચંદ્રપાલ અને તેમની સાથે રહેતા મીનાબેન કનુભાઈ સાડમિયા ઉ.વ. ૩૨ રાત્રિના કન્સ્ટ્રકશન સાઇટની પાસે હતા ત્યારે શ્રીનાથજી પાઉંભાજીની લારીએ મનસુખ અનુદયાગીરી ગોસ્વામી, અનિલ ઉર્ફે ભૂરો મુન્નો ગોલતર રહે વોરાકોટડા તેમજ દિનેશ ઉર્ફે દલો કુંભાભાઈ ગોલતર ઘસી આવ્યા હતા છાંકટા બની ગાળો બોલતા હોય મેંનાબેને ના પાડતા ઉશ્કેરાઈ જઇ લાકડાનો ધોકો માથામાં ફટકારી દેતાં ગંભીર ઇજા સાથે ગોંડલ બાદ રાજકોટ ખસેડાયા હતા તેમજ મેનાબેનની સાથે નરેન્દ્રભાઈને પણ માર માર્યો હોય ઇજા થવા પામી હતી બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૬ ૩૨૩ ૫૦૪ ૧૧૪ તથા જી પી એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી ઉપરોકત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:20 am IST)