Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

ઉપલેટાના વડેખણ ગામમાં ગેરકાયદેસર પથ્થર કાઢી સિમેન્ટ ફેકટરીમાં વેચતા ૭૦ લાખના મશીન સીઝ

(કુષ્ણકાત ચોટાઈ દ્વારા) ઉપલેટા તા, ૨: તાલુકાના વડેખણ ગામની સીમમાં આવેલા ડુંગરાળ જમીનમાં સરકારી જમીનમાંથી પથ્થર કાઢી સિમેન્ટ ફેકટરીમાં વહેંચતા હોય મામલતદાર સ્થળ ઉપર જઈ બે હિટાચી મશીન કબજે કરેલ છે આ અંગે મામલતદાર મહાવદીયાએ જણાવેલ હતું કે ઓફીસર રામભાઈ કંડોરીયા,રેવન્યુ તલાટી મહેશભાઈ કરંગીયા તથા રેવન્યુ તલાટી રાહુલભાઈ સોલંકી સાથે વડેખણ ગામે સરકારી સર્વેનંબરમા તપાસ કરતા સરકારી જમીનમાં મોટા પ્રમાણમાં લાઈમ સ્ટોન ખનિજનુ ગેરકાયદે ખનન થયેલ હોવાનું જણાતા અને ખનન કરતા વાહનો આ સ્થળેથી નાશી છૂટેલા માલુમ પડતાં વાહનોના ટાયરના ચીલા/ચેઈનના નિશાનીએ આગળ જતાં બે હીટાચી મશીન પવન ચકકીની ઓફીસ પાસે સંતાડી ડ્રાઈવર/કલીનર ભાગવા જતા રાજુ ઉર્ફે રાજેન્દ્રસિંહ રતનસિંહ ચૌહાણ પકડાઈ જતાં તેમની પૂછપરછમાં લખાવેલ નિવેદન મુજબ પોતે તથા નરવદ ચૌહાણ ડ્રાઈવરે આ મશીનો અહીં પહોંચાડેલ હોવાનું અને આ બન્ને હીટાચી મશીનો કિશોર ભાઈ હુંબલ રે જાળ વાળાના હોવાનું અને તેઓ આ મશીનો દ્વારા સરકારી જમીનમાંથી ગેરકાયદે લાઈમ સ્ટોનનુ ખનન કરાવી ગેરકાયદે સીમેન્ટ કંપનીને મોકલતા હોવાનું જણાવતા રૂ.૭૦.૦૦ લાખની કિંમત ના બન્ને હીટાચી મશીનો સીઝ કરી ભાયાવદર પોલીસ હવાલે કરી વિશેષ તપાસ કરાવી પગલા લેવા કલેકટર રાજકોટને રિપોર્ટ કરેલ છે.

(11:19 am IST)