Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

મોરબી જિલ્લા પંચાયતના નવા ભવનનું કાલે વિજયભાઇના હસ્તે ઇ-લોકાર્પણ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૨:  શહેરના શોભેશ્વર રોડ પાસે, સો ઓરડી નજીક જિલ્લા સેવાસદનના પ્રાંગણમાં નવનિર્મિત જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગનું આવતીકાલે, ૩જી જૂનના રોજ સવારે ૧૦.૩૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે.

કોરોના કાળમાં પણ રાજય સરકારની વિકાસ યાત્રા વણથંભી રહી છે ત્યારે રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬ માં ગુજરાત રાજયના તમામ નવરચિત જિલ્લાઓની જેમ મોરબી જિલ્લામાં પણ નવરચિત જિલ્લા પંચાયત ભવનના બાંધકામ માટે આશરે રૂ.૨૯.૪૦ કરોડની રકમ ફાળવવામાં આવેલ જેના સામે ૨૭.૪૬ કરોડ ના ખર્ચે મોરબી શહેર ખાતે જિલ્લા સેવા સદનના સંકુલમાં વિશાળ જગ્યામાં પાર્કીંગની સુવીધા ધરાવતું જિલ્લા પંચાયત મકાનનું તમામ જરૂરી સુવિધા સાથે નિર્માણ કરવામાં આવ્યું છે.

કલેકટર કચેરી, જિલ્લા પંચાયત અને પોલીસ અધિક્ષકની કચેરી એક જ કમ્પાઉન્ડમાં નિર્માણ થયેલ છે જેથી મોરબી જિલ્લાની જનતાને એક જ સંકુલમાં સરકારશ્રીની વિવિધ યોજનાના લાભો એક જ જગ્યાથી મળી રહે તેવો સરકારશ્રીનો ઉમદા હેતુ સાર્થક બની રહેશે.

નવનિર્મિત જિલ્લા પંચાયત રૂ.૨૭.૪૬ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે. નવનિર્મિત જિલ્લા પંચાયત ભવન આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચર (ભૂકંપ અવરોધક) ડીઝાઇન સાથેનું ગ્રાઉન્ડ ફ્લોર ૅ ૨ માળ પ્રકારનું બાંધકામ કરવામાં આવેલ છે.નવનિર્મિત જિલ્લા પંચાયતમાં ભોયતળીયુ,પ્રથમ માળ તેમજ બીજો માળ એમ કુલ મળી આશરે ૧૧,૫૪૦.૦૦ ચો.મી. (૧,૨૪,૨૦૦.૦૦ ચો.ફુટ) નું બાંધકામ કરવામાં આવેલ છે. નવનિર્મિત જિલ્લા પંચાયત આશરે ૬૫૦૦ ચો.ફુટ નો વિશાળ પાર્કિંગ એરીયા સાથે આશરે ૬૦ થી વધારે ફોર વ્હીલ તથા ૧૦૦ થી વધારે દ્વિચક્રી વાહનો સમાવવાની ક્ષમતા ધરાવે છે.

(11:12 am IST)