Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

મીઠાપુરમાં રિસામણે બેસેલ પત્નિને મળવા આવેલ પતિની હત્યા

પત્નિ, સાળા અને સાસુએ તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા.૨: દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુરમાં રિસામણે બેસેલ પત્નિેને મળવા આવેલ પતિની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે. મીઠાપુરના ઉદ્યોગનગર વિસ્તારમાં પત્નિ, સાળા અને સાસુએ તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યાનું ખુલ્યુ છે.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્રાઇમ રેટમાં ખૂનના બનાવમાં વધારો થયો હતો તેમ બે-ચાર માસે એક ખૂન થાય છે. તેવા જિલ્લામાં ૧૦ દિવસમાં ગઇ કાલે ત્રીજુ ખૂન થતા ભારે ચર્ચા જાગી છે.

બનાવની વિગત એવી છે કે દ્વારકા તા.ના. વસઇ ગામે રહેતો ખેંગાર વાઘેર નામનો યુવાન તેની પામી શાંતુબેન સાથે મનદુઃખ થતાં શાંતુબેન મીઠાપુર તેના પિયરે ગઇ હતી તથા દંપતિનો ૪ાા વર્ષનો પુત્ર ખેંગાર પાસે રહેતો હોય ગઇ કાલે રાત્રે ખેંગાર તેના પુત્રને પાસે લઇ જતા બોલાચાલી થતા તેની પત્ની શાંતુબેન તથા તેની સાસુ અને સાળાએ લાકડી પથ્થર અને તિક્ષ્ણ હથિયારો મારતા ખેંગારનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરી મીઠાપુર ઘટના સ્થળે પહોંચી ગયા હતા

તથા પોલીસની જુદી જુદી ટીમો બનાવીને હત્યારાઓને પકડવા માટે તજવીજા શરૂ કરી છે અને હત્યારાઓ હાથવેંતમાં હોવાનો આશાવાદ વ્યકત કર્યો હતો.

ભાણવડમાં પટેલ યુવાનની ત્રણ દિ’ પહેલા હત્યા તથા આઠ દિવસ પહેલા સુરજકરાડીમાં વાઘેર રીક્ષા ચાલકની હત્યા પછી ૧૦ દિવસમાં ત્રીજા હત્યાનો બનાવ બનતા સમગ્ર જિલ્લામાં ચકચાટ જાગી છે.

(11:12 am IST)