Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના પ્રયત્નોથી પીપળી-જેતપર રોડનું રીપેરીંગ કામ ચાલુ કરાયું

મોરબી–પીપળી – જેતપર મચ્છુ સુધીનો જે રોડ બિસ્માર છે ત્યાં પેચવર્ક કામ કરવાની જરૂરિયાત અન્વયે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માર્ગ – મકાન વિભાગને સૂચનાઓ આપતા આ રસ્તાનું ડામર પેચવર્કનું કામ ચાલુ કરી દેવાયું છે.
જેને લીધે આ રસ્તા ઉપરના વાહનચાલકોને પડતી મુશ્કેલી નિવારાશે. ધારાસભ્યની વખતો વખતની રજૂઆતોના અનુસંધાને આ મોરબી – પીપળી – જેતપર રોડ ફોરલેનનો કરવાની જે માંગણી હતી તે અંગે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં જાહેરાત કરીને રૂ ૩૦૯ કરોડના ખર્ચે રોડ ફોર લેન કરવાની જાહેરાત કરી છે જે અન્વયે ફોરલેનનું કામ પણ સત્વરે ચાલુ થાય તે માટે ધારાસભ્યએ સતત ફોલોઅપ કરતાં ફોરલેન રોડ બનાવવાના કામનું સર્વેક્ષણ પણ તાત્કાલિક હાથ ધરાયું છે. આમ, લાંબા સમયની આ રસ્તાઓ ઉપરના ગામડાઓ તેમજ સિરામિક ઉધ્યોગના ટ્રાફિકને સુગમતા રહે તે માટે ફોરલેનની કામગીરી તબક્કાવાર પૂરી કરવાનું આયોજન પણ થઈ રહ્યું છે.

(10:34 pm IST)