Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

ગાંધીધામમાં પત્નિને આપઘાતની ફરજ પાડવા અંગે પતિને સાત વર્ષની સજા

ગાંધીધામ તા. ૨ : ગાંધીધામમાં પત્નીને આત્મહત્યા કરવા મજબુર બનાવનાર પતિને ૭ વર્ષની જેલસજા કોર્ટે ફરમાવી હતી.

મામી સાથે પ્રેમ સબંધમાં અંધ ભાણેજે પત્નીને ત્રાસ આપી મરવા માટે મજબુર કરી હોવાની ફરીયાદ થયેલ હતી.

ગાંધીધામના મીઠી રોહર ગામે લાકડાના બેનસોમાં આવેલ કામદારોના કવાર્ટર માં રહેતી મોફિદાખાતુન લાલમિયાં જમશેરઅલી નામની પરિણીતાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ ઘટનામાં મૃતક મોફિદાખાતુન ના આસામ માં રહેતા પિતાએ પોતાની મૃતક દીકરીના પતિ લાલમિયાં વિરુદ્ઘ ફરિયાદ કરી ગંભીર આક્ષેપો કર્યા હતા. લાલમિયાં ના પોતાની મામી સાથે આડા સંબધો હતા. પ્રેમ માં અંધ મામી ભાણેજ ને મોફિદા નડતરરૂપ હતી. એટલે, પતિ લાલમિયાં મોફિદાને ત્રાસ આપી મારકુટ કરતો હતો. અંતે કંટાળી ને પત્ની મોફિદાખાતુને આત્મહત્યા કરી લીધી હતી.

આ કેસ ચાલી જતાં ગાંધીધામ ના બીજા અધિક સેશન્સ જજ આર. જી. દેવધરાએ લાલમિયાં શેખને પોતાની પત્ની મોફિદા ને મરવા માટે મજબુર કરવા ના ગુના માં તકસીરવાર ઠેરવી ૭ વર્ષની સખત કેદ તથા ૫ હજાર નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૯ મહિનાની જેલ ની સજા ફટકારી હતી. આ કેસમાં સરકાર તરફે વકીલ એસ. જી. રાણાએ દલીલો કરી હતી.

(3:49 pm IST)