Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

જુનાગઢમાં કર્મયોગી કિલનીક એન્ડ ડેન્ટલ કેર સેન્ટરનો શુભારંભ

જુનાગઢઃ જુનાગઢ સુભાષ પાણીપુરીવાળા વિનુભાઇ વસવેલીયાના પુત્ર, પુત્રવધુ તેમજ ભત્રીજી સહીત વસવેલીયા પરિવારના ૩ સભ્યો ડોકટર છે અને તેઓ દ્વારા જોષીપરાના આંબાવાડી-૨ વીડીભો કારખાના પાસે રવિવારના રોજ કર્મયોગી કિલનીક એન્ડ ડેન્ટલ કેર ડેકેરનો શુભારંભ વસવેલીયા પરિવારના મોભિ નટવરલાલ મગનલાલ વસવેલીયા અને શ્રીમતી હંસાબેન વસવેલીયાના હસ્તે કરવામાં આવેલ અને  દિપ પ્રાગટય વિધી કરી ખુલ્લુ મુકાયુ હતું. ડો.જગત વી વસવેલીયા (એમબીબીએસ) ડો.જલ્પા જે વસવેલીયા (એમ બીએચડીએમ સીએમ બીએચએમએસ/ તેમજ ડો.અમી વસવેલીયા (બીડીએસ) સહીત આ ત્રણેય તબીબોની ટુકડી ડેન્ગ્યુ મેલેરીયા ટાઇફોઇડ જેવા રોગોનું નિદાન સારવાર તેમજ બીપી, ડાયાબીટીસ અને બાળરોગ સ્ત્રીરોગ તેમજ ન્યુમોનિયા જેવા રોગોનું નિદાન સારવાર રાહતદરે કરશે તેમજ દાંતના ડોકટર પેઢાના રોગો દાંતના મુળીયાની સારવાર રૂટ કેનાલ ટ્રીટમેન્ટ (RCT) સહિતની સારવાર મધ્યમ વર્ગના દર્દીઓને રાહતદરે આપવામાં આવશે. ઉદઘાટન પ્રસંગ અકિલાના પત્રકાર વિનુભાઇ જોશી ખાસ ઉપસ્થિત રહી આ ડોકટરોની ટીમને શુભેચ્છા આપી હતી. કાયક્રમને સફળ બનાવવા વિનુભાઇ, મનિષભાઇ તથા પંકજભાઇ અને સમગ્ર વસવેલીયા પરિવારે જહેમત ઉઠાવી હતી.(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા. જુનાગઢ)

(11:50 am IST)
  • દુનિયાના સૌથી વધુ પ્રદુષિત શહેરોમાં પાકિસ્તાનનું લાહોર પ્રથમ ક્રમે : ભારતનું દિલ્હી બીજા ક્રમે : નેપાળની રાજધાની કાઠમંડુ ત્રીજા ક્રમે : વિશ્વના સૌથી વધુ પ્રદુષિત શહેરો પૈકી પ્રથમ ત્રણ સાઉથ એશિયાના : યુ.એસ. એર ક્વોલિટી ઈન્ડેક્સનો સર્વે access_time 11:53 am IST

  • મોડર્ના વેકસીન ૧૦૦℅ સફળ: અમેરિકન કંપની મોડર્નાની કોરોના વાયરસ રસી ગંભીર કોરોનાવાયરસ ચેપ સામે 100% ની અસરકારકતા દર્શાવતી હોવાનું જાહેર થયું છે. access_time 8:51 pm IST

  • એસપી દેવભૂમિ દ્વારકાનો ચાર્જ અચાનક વિશાલ કુમાર વાઘેલા ( એસપી આઈબી ગાંધીનગર ) ને સોંપાયો છે access_time 11:26 pm IST