Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

અષાઢી બીજનાં શુકન સાવચતા મેઘરાજાઃ ઝાપટાથી દોઢ ઇંચ

વિસાવદર-મેંદરડામાં દોઢ, કોડીનાર-૧, કોટડાસાંગાણી, ઉના-લીલીયામાં અડધો ઇંચઃ અન્‍યત્ર ઝાપટા

વિસાવદર : આજે અષાઢી બીજનું શુકન સાચવતા હોય એ રીતે બપોરના ૧રઃ૪પ થી ધોધમાર વરસાદનો શુભારંભ થયો હતો. અને દોઢ ઇંચ વરસાદ પડયો હતો. (તસ્‍વીર : યાસીન બ્‍લોચ- વિસાવદર) (પ-૩૦)
રાજકોટ તા. ૧ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સવારથી જુદા-જુદા વિસ્‍તારોમાં આજે મેઘરાજા વરસતા અષાઢી બીજી મુહુર્ત સચવાયુ છે. જો કે સાર્વત્રિત વરસાદની જગ્‍યાએ કોઇ જગ્‍યાએ ભારે તો કોઇ જગ્‍યાએ હળવો વરસાદ વરસ્‍યો છે.
આજે જુનાગઢ જીલ્લાના વિસાવદર અને મેંદરડામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.
જયારે ગીર સોમનાથ જીલ્લાના કોડીનારમાં ૧ ઇંચ વરસ્‍યો હતો. રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી, ગીરસોમનાથ જીલ્લાના ઉના અને અમરેલી જીલ્લાના લીલીયામાં અડધો ઇંચ વરસાદ પડયો છે.
આ ઉપરાંત ૧૪ જગ્‍યાએ ઝાપટા વરસ્‍યા છે.
આજે સવારના ૮ થી બપોરના ર વાગ્‍યા સુધીમાં વરસેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.
જુનાગઢ    
મેંદરડા    ૩૪ મી. મી.
વિસાવદર    ર૯ મી. મી.
માળીયાહાટીના    ૪ મી. મી.
જુનાગઢ    ર મી. મી.
વંથલી    ર મી. મી.
ગીર સોમનાથ    
ઉના    ૧પ મી. મી.
કોડીનાર    ર૪ મી. મી.
ગીરગઢડા    ૧ મી. મી.
તાલાલા    ૧ મી. મી.
વેરાવળ    ૧૪ મી. મી.
સુત્રાપાડા    ૧ મી. મી.
અમરેલી    
ધારી    ૭ મી. મી.
જાફરાબાદ    ૩ મી. મી.
લીલીયા    ૧૩ મી. મી.
સાવરકુંડલા    ૪ મી. મી.
રાજકોટ    
રાજકોટ    ૩ મી. મી.
ગોંડલ    ૩ મી. મી.
કોટડાસાંગાણી    ૧૩ મી. મી.
પડધરી    ર મી. મી.
દેવભૂમિ દ્વારકા    
કલ્‍યાણપુર    પ મી. મી.

 

(3:44 pm IST)