Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ગારીયાધાર નગરપાલિકા વિરોધપક્ષ દ્વારા ગઠબંધન સમિતિ રચવા રજુઆત

૭ દિનું અલ્ટીમેટમ નહિતો પ્રમુખને ગેરલાયક ઠરાવવા કાર્યવાહી

ગારીયાધાર તા.૦૧: ગારીયાધાર ન.પા. કચેરી ખાતે પ્રમુખ અને ચીફઓફિસર પાસે વિરોધપક્ષ દ્વારા ગઠબંધન સમિતિની રચના કરવા બાબત રજુઆતો કરવા છતા કોઇ કાર્યવાહી ન થતી હોવાથી આગામી ૭ દિવસમાં પ્રમુખ અને ચીફઓફિસર દ્વારા કાર્યવાહી નહિ થાય તો ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી ની વિરોધપક્ષ દ્વારા ચિમકી ઉચ્ચારાઇ છે.

ગારીયાધાર ન.પા. કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસ પક્ષ પાસે એકસરખા સદસ્યો હોવાથી ચિઠ્ઠી ઉલાળી પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી કરવામાં આવી હતી. નિયમ મુજબ પ્રમુખની ચૂંટણીના ત્રસ માસમાં ન.પા. ની વૈધાનિક સમિતિઓની રચના કરવામાં આવતી હોય છે. પરંતુ ન.પા. કચેરી ખાતે આવી કોઇ સમિતિની રચના થતા વિરોધપક્ષમાં બેઠેલી કોંગ્રેસ દ્વારા અગાઉ લેખિત રજુઆત કરવા છતાં ન.પા. પ્રમુખ અને ચીફઓફિસર દ્વારા તેની દરકાર ન લેવાતા વિરોધપક્ષ દ્વારા ન.પ.ા કચેરી ખાતે ફરી લેખીત રજુઆત કરવામાં આવી હતી.

જેમાં આગામી સાત દિવસમાં આ બાબતે કોઇ કાર્યવાહી ન થાય તો પ્રમુખ અને ચીફઓફિસર સામે નિયમ અનુસાર ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી ની ચિમકી ઉચ્ચારાઇ હતી.

જયારે આ બાબતે ન.પા. ચિફઓફિસર બી.આર. બરાળને પુછતા આ કાર્યવાહી પ્રમુખ સ્થાનેથી કરવાની હોય તેમ જણાવાયું હતું.

(12:01 pm IST)
  • શિવસેનાની માન્યતા રદ કરવા ચૂંટણીપંચ સમક્ષ માંગ :સેન્ટર ફોર અકાઉન્ટબીલીટી એન્ડ સિસ્ટમીક ચેન્જ (સીએએસસી )સંસ્થાના સચિવ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતને આવેદન આપીને શિવસેનાની રાજકીય પાર્ટી તરીકે માન્યતા રદ કરવા માંગ કરાઈ :આવેદનમાં શિવસેનાના મુખપત્ર સામના ના સંપાદકીયનો ઉલ્લેખ છે જેમાં ચૂંટણી પંચ અને લોકતંત્રને સતાધારી પક્ષની રખૈલ ગણાવાઈ છે access_time 1:02 am IST

  • ખેડા:યાત્રાધામ વડતાલના ગોમતી તળાવમાં 25 વષર્ય યુવક ડુબ્યો : સુરતનો રહેવાસી યુવક પરીવાર સાથે વડતાલ દશર્ન કરવા આવ્યો હતો : ચકલાસી પોલીસને જાણ કરાતા ફાઈયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે : ફાયર બ્રિગેડ ઘ્વારા ડૂબેલ યુવકની શોધખોળ ચાલુ access_time 8:34 pm IST

  • જાપાને વૈજ્ઞાનિક સંશોધનના બહાને મિંક પ્રજાતિની 122 વ્હેલનો શિકાર કર્યો: જાપાનની સરકારના આંતરરાષ્ટ્રીય રિપોર્ટ મુજબ પ્રતિબંધ હોવા છતા ઉનાળામાં 333 વ્હેલ માછલીઓને મારી નાંખી: આતંરરાષ્ટ્રીય વ્હેલિંગ આયોગ મુજબ રિસર્ચના નામે વ્હેલને તેમના મીટ માટે મારવામાં આવે છે. જાપાને 1985માં આઈડબ્લ્યુ સાથે કરાર કર્યો હતો કે વ્હેલને નહી મારે access_time 1:27 am IST