સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

ગારીયાધાર નગરપાલિકા વિરોધપક્ષ દ્વારા ગઠબંધન સમિતિ રચવા રજુઆત

૭ દિનું અલ્ટીમેટમ નહિતો પ્રમુખને ગેરલાયક ઠરાવવા કાર્યવાહી

ગારીયાધાર તા.૦૧: ગારીયાધાર ન.પા. કચેરી ખાતે પ્રમુખ અને ચીફઓફિસર પાસે વિરોધપક્ષ દ્વારા ગઠબંધન સમિતિની રચના કરવા બાબત રજુઆતો કરવા છતા કોઇ કાર્યવાહી ન થતી હોવાથી આગામી ૭ દિવસમાં પ્રમુખ અને ચીફઓફિસર દ્વારા કાર્યવાહી નહિ થાય તો ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી ની વિરોધપક્ષ દ્વારા ચિમકી ઉચ્ચારાઇ છે.

ગારીયાધાર ન.પા. કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસ પક્ષ પાસે એકસરખા સદસ્યો હોવાથી ચિઠ્ઠી ઉલાળી પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી કરવામાં આવી હતી. નિયમ મુજબ પ્રમુખની ચૂંટણીના ત્રસ માસમાં ન.પા. ની વૈધાનિક સમિતિઓની રચના કરવામાં આવતી હોય છે. પરંતુ ન.પા. કચેરી ખાતે આવી કોઇ સમિતિની રચના થતા વિરોધપક્ષમાં બેઠેલી કોંગ્રેસ દ્વારા અગાઉ લેખિત રજુઆત કરવા છતાં ન.પા. પ્રમુખ અને ચીફઓફિસર દ્વારા તેની દરકાર ન લેવાતા વિરોધપક્ષ દ્વારા ન.પ.ા કચેરી ખાતે ફરી લેખીત રજુઆત કરવામાં આવી હતી.

જેમાં આગામી સાત દિવસમાં આ બાબતે કોઇ કાર્યવાહી ન થાય તો પ્રમુખ અને ચીફઓફિસર સામે નિયમ અનુસાર ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી ની ચિમકી ઉચ્ચારાઇ હતી.

જયારે આ બાબતે ન.પા. ચિફઓફિસર બી.આર. બરાળને પુછતા આ કાર્યવાહી પ્રમુખ સ્થાનેથી કરવાની હોય તેમ જણાવાયું હતું.

(12:01 pm IST)