Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ભાવનગરથી સુરત જતી લકઝરી બસમાં નણદોયે દુષ્‍કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ

ભાવનગર, તા. ૧ : ભાવનગરથી સુરત જતી લકઝરી બસમાં પરણિતા સાથે નણદોયે દુષ્‍કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

વિગતો એવી છે કે ભાવનગરના રૂપાણી સર્કલ દિવડી પાસે રિદ્ધિ સિદ્ધિ ફલેટમાં રહેતા ચેતનાબેન સંજયભાઇ ડાભી ઉ.વ.૩૬ એ મુળ સાવરકુંડલા તાલુકાના આપા દેવળીયા ગામના અને હાલ સુરતની  ચોકડી પાસે રહેતા તેના નણદોય મહેન્‍દ્ર કાકુભાઇ રાઠોડ વિરૂદ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે તેણી ગત તા. ર-પના રોજ રાત્રીના ભાવનગરથી સુરત જતી ખોડીયાર ટ્રાવેલ્‍સની બસમાં તેણીના પતિ સંજયભાઇ રમણીકભાઇ ડાભી સાથે થયેલા ઝઘડા અંગે તાંત્રીકવિધી કરી બધુ થાળે પાડવાનું કહી ધાક-ધમકી આપી ભોળવી તેણી સાથે બસમાં દુષ્‍કર્મ આચર્યા બાદ આ વાત કોઇને નહીં કરવાની ધમકી આપી હતી.

આ અંગે બી-ડીવીઝન પોલીસે ગુન્‍હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(10:55 am IST)
  • પુણેમાં શરદ પવાર અને નીતિન ગડકરીની ગુપ્ત મીટિંગથી રાજકારણમાં ગરમાવો :પુણેની ફાઈવ સ્ટાર હોટલમાં કેન્દ્રીય મંત્રી ગડકરીએ પત્રકારોને સંબોધિત કરી સરકારની ચાર વર્ષની સિદ્ધિઓ વર્ણવ્યા બાદ બંને દિગ્ગ્જ નેતાઓની હોટલમાં મુલાકાત થઇ :બંનેની પાર્ટીના કોઈપણ નેતાને આ વાતની જાણકારી નથી access_time 1:25 am IST

  • બોધગયા બ્‍લાસ્‍ટઃ ઇન્‍ડીયન મુજાહીદદીનના પ ત્રાસવાદીઓને આજીવન કેદની સજા ફરમાવાઇ access_time 4:16 pm IST

  • મેઘાલયમાં વિજય બાદ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી :મેઘાલયની અપાતી વિધાનસભા સીટ પર કોંગ્રેસની જીતથી સૌથી મોટી પાર્ટી બનવા છત્તા વિપક્ષમાં બેસશે:60 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના હવે 21 ધારાસભ્યો થયા: સતાધારી એનપીપીથી એક સીટ વધુ છે :એનપીપીનાં નેતૃત્વવાળી સરકારમાં ભાજપના 2,યુડીપીના 6,પીડીએફના 4,એચએસપીડીપી2,એનસીપી 1,અને 2 અન્ય મળીને સરકાર બની છે access_time 1:17 am IST