Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

દ્વારકા જિલ્લામાં એક પણ ગેરરીતિ કે કોપીકેસ વગર બોર્ડની પરીક્ષા પૂર્ણ

ખંભાળીયા, તા. ૧ :  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધો.૧૦ તથા ધો.૧ર સામાન્‍ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહ તથા સંસ્‍કૃત માધ્‍યમીક બોર્ડની પરીક્ષાઓના તમામ પેપરો શાંતિપૂર્ણ રીતે પુરા થયા છે.

જિલ્લા પરીક્ષા સમિતિના પ્રમુખ કલેકટર એમ.એ. પંડયા તથા જિલ્લા શિક્ષણાધિકારી એસ. જે. ડુમરાણિયા દ્વારા ખાસ વ્‍યવસ્‍થા ગોઠવીને ઝોનલ અધિકારીઓ વિમલભાઇ કિરણ સાતા તથા કમલેશભાઇ પાથરની આગેવાની હેઠળ સમગ્ર જિલ્લામાં સુવ્‍યવસ્‍થિત આયોજન કરાયું હતું. તથા જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડેૃ તથા ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત તમામ પરીક્ષા સ્‍થળે ગોઠવાયો હતો.

તમામ પરીક્ષા સ્‍થળો પર મહત્‍વના પેપરોમાં જિલ્લા કલેકટર એમ.એ. પંડયા દ્વારા ખાસ વેકીંગ સ્‍કવોડ સાથે અધિકારીઓ પણ મુકાયા હતા તથા રાજય શિક્ષણ બોર્ડ દ્વાર બે ચેકીંગ સ્‍કવોડ પણ મુકવામાં આવી હતી તથા દરેક પરીક્ષા સ્‍થળે સરકારી પ્રતિનિધિઓ દ્વારા ચેકીંગ કરાયું હતું. તથા સમગ્ર જિલ્લાના તમામ બિલ્‍ડીંગ પર સી.સી. ટી.વી. વ્‍યવસ્‍થા હતી પણ કોઇપણ ગેરરીતિ કે કોઇ કેસ વગર શાંતિ પૂર્ણ વાતાવરણમાં ત્રણેય બોર્ડ પરીક્ષાઓ પૂર્ણ થઇ હતી.

કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ યુવા મોરચાની ગઇકાલે જિલ્લા બેઠક પાલિકા યોગ હોલ ખાતે યોજાઇ હતી જેમાં કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

દ્વારકા જિલ્લા યુવા કોંગ્રેસના મંત્રી દર્શીલ હસમુખભાઇ બારોટ તથા કાર્યકરો પાર્થ સોલંકી, દર્શન ગોહેલ, અધિ કોટેચા, નિસર્ગ બાંભણિયા તથા ભાવિક સોનરાત ભાજપમાં જોડાયા હતા જેમને કેશરીયો પહેરાવી જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઇ ગઢવી, મહામંત્રી રસીકભાઇ નકુમ, કાર્યાલય મંત્રી હિતેશમાઇ આચાર્ય, જિલ્લા યુવા પ્રમુખ વનરાજસિંહ વાઢેર તથા યુવા પ્રભારી કુલદીપસિંહ દ્વારા સ્‍વાગત કરાયું હતું.

(1:35 pm IST)