Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

પોરબંદર- રાજકોટ ટ્રેન પુનઃ સવારે ૭મીથી શરૂ

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા), ધોરાજી, તા.૧: ધોરાજી ઉપલેટા ના વિસ્‍તારની લાંબા સમયની રેલવેની માંગ આખરે રેલ તંત્ર એ સ્‍વીકારી છે.

 પોરબંદરથી રાજકોટ જવા માટે સવારની ટ્રેન આ વિસ્‍તારના લોકો માટે ખૂબ જરૂરી હતી. આ માટે વેર્સ્‍ટન સૌરાષ્‍ટ્ર પેસેન્‍જરેશન ઘણા લાંબા સમયથી પ્રયાસ કરતું હતું લોકોની માંગણીને માન આપી આ ટ્રેન તા.૭ /૪/ ૨૦૨૩થી શરૂ થઈ રહી છે.

 સાથે જ હરદ્વાર જવા માટે પુરા સૌરાષ્‍ટ્ર માટે માત્ર એક જ ટ્રેન વિકલી પોરબંદરથી હરદ્વારની હતી પરંતુ રેલવે તંત્રના જણાવ્‍યા મુજબ યાત્રા સ્‍થળોને જોડતી ટ્રેનો આપવી તે જરૂરી છે તેથી સોમનાથ હરદ્વાર ટ્રેન ૪ એપ્રિલ ૨૦૨૩ થી શરૂ થઈ રહી છે.પણ હજુ પણ આ વિસ્‍તારના લોકો માટે સાંજની મુંબઈની ટ્રેન અને રામેશ્વર ની ટ્રેન માટે  માંગણી મૂકેલી છે  આ માગણી પણ રેલવે તંત્ર વહેલી તકે પૂરી કરશે.

 આ તકે જેતલસર વાસજાળીયાની જનતાવતી રેલવે તંત્રનો આભાર સૌરાષ્‍ટ્ર પેસેન્‍જર એસોસિએશનએ માનેલ છે.

વેસ્‍ટન સૌરાષ્‍ટ્ર પેસેન્‍જર એસોસિયેશનના પ્રમુખ વિઠ્ઠલભાઈ કોરડીયાની યાદી મુજબ આ ટ્રેનો સૌને ઉપયોગી બનશે

(11:49 am IST)