Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

પોરબંદરમાં દૂધ શુધ્‍ધ પાણી અને કચોરીના નમૂનાના રિપોર્ટ ફેઇલઃ કેસ દાખલ કરાશે

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧ :.. ફુડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગ દ્વારા અગાઉ ખાદ્ય પદાર્થ અને શુધ્‍ધ પાણીના લેવાયેલા ૬ નમુનાને લેબોરેટરી ટેસ્‍ટ માટે મોકલતા આ ૬ નમૂનામાંથી ૩ નમૂનાનો રિપોર્ટ ફેઇલ જતાં પાણી અને ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરવા માટે કેસ દાખલ કરવામાં આવશે.

ફુડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગે ખાદ્ય તથા પાણીના લીધેલા ૬ નમૂનામાંથી ૩ નમૂનામાં દૂધ અને કચોરી મીસ બ્રાન્‍ડ હોવાનો રીપોર્ટ શુધ્‍ધ પાણીમાં વધુ બેકેટરીયાનો રિપોર્ટ આવ્‍યા હતાં.

દૂધમાં પાણી તેમજ કચોરીમાં ફરાળીને બદલે અન્‍ય લોટની ભેળસેળ ખુલી હતી

(2:07 pm IST)