Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

જામનગરમાં નવોદિત કલાકારો માટે મ્યુઝીકલ વેલકમ -૨૦૨૦ યોજાઇ

જામનગર,તા.૧: સામાન્ય રીતે રાજય અને દેશ લેવલે ખ્યાતિ પ્રાપ્ત ગાયક કલાકારોના પ્રોગ્રામમાં ઓડીટોરીયમ પ્રેક્ષકોથી હાઉસફૂલ જોવા મળે છે પણ, જામનગરમાં જાયન્ટ્સ ગુ્રપ ઓફ જામનગર વેસ્ટ દ્વારા ઉગતા કલાકારો માટે યોજાયેલા મ્યુઝીકલ વેલકમ ૨૦૨૦માં ગાયક કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં પૂર્વ સી.ડી.એચ.ઓ. પંડયા, ન્યારા એનર્જીના ડો.જોગીનભાઇ જોષી, ડો.સુભાષ પટેલ, ડો.સંધ્યાબેન શુકલ, ડો.વિજય સાતા, ડો.નિલેષ ત્રિવેદી સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

સંગીત પ્રેમીઓ માટે વિનામુલ્યે યોજવામાં આવેલી આ સંગીત સંધ્યામાં ગાયક ડો.રઉફ કુરેશી, જયશ્રીબેન દવે, ડો.વિરલ સાંગાણી, ડો.મિતાશી, હિતેષ જોષી, ધવલ ત્રિવેદી, રીશા સજીત, મમતા સુબ્રમણ્યમ, ચૈતન્ય પટેલ દ્વારા નવા-જુના હિન્દી ફિલ્મ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન એન્કર બીમલ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગમાં જાયન્ટ્સ ગુ્રપના સદસ્ય અને કાર્યક્રમના મુખ્ય આયોજક એવા ડો.રઉફ કુરેશીનું શાલ ઓઢાળી અને મોમેન્ટો આપી સન્માન જાયન્ટ્સ ગુ્રપ ઓફ જામનગર વેસ્ટના પ્રમુખ આરીફ સમા, પૂર્વ પ્રમુખ એ.ડી.જાડેજા, અશોકભાઇ કુબાવત અને જગત રાવલ, વિરલ વાદી વિગેરે દ્વારા કરવામાં આવ્યું હતું. મોડી રાત્રી સુધી સંગીત પ્રેમીઓએ જુના-નવા ફિલ્મીગીતોની મોજ માણી હતી.(

(1:14 pm IST)