Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

દેવભૂમિ જિલ્લામાં ખેડૂતોને મગફળી ખરીદીના પેમેન્ટ ચૂકવવાનો પ્રારંભ

ખંભાળીયા, તા. ૧ : દેવભૂમિ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે કેન્દ્રો શરૂ થયા છે તથા જયાં વધુ માલ લેવાનો હોય તેવા કેન્દ્રો પર બે-બે કેન્દ્રો શરૂ થયા છે તો પણ ૩૧ સુધીમાં જિલ્લામાં નોંધાયેલ ૪૮૦૦૦ ખેડૂતો પૈકી ૧૮૦૦૦ જેટલા જ ખેડૂતોની ખરીદી થઇ શકતા અને હજુ ૩૦,૦૦૦ ખેડૂતો બાકી રહેતા હોય તારીખ લંબાવે તો જ ખેડૂતોનો માલ ખરીદાય તેવી સ્થિતિ ઉભી થતાં ખેડૂતોમાં ચિંતા સાથે રોષની લાગણી ફેલાઇ છે.

ખરીદી માટે પૂરતો સ્ટાફ, બારદાન ન હોવા તથા ચેકીંગમાં વાર લાગતા ખરીદી પ્રક્રિયા ધીમી થતાં નિર્ધારીત ટારગેટ પહોંચતા વાર લાગે તેવું થશે.

મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોની મગફળી ખરીદી થઇ તેવા નવેમ્બરમાં વેચાણ થયેલી મગફળીના પેમેન્ટના ચૂકવણા શરૂ કરાતા ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઇ છે. જોકે મગફળી ખરીદીમાં ધીમી ગતિએ ખેડૂતોમાં ચિંતા ફેલાવી છે.

(11:56 am IST)