Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

હળવદના ટીકરમાં સર્વરોગ નિદાન કેમ્પ

હળવદઃ  આર.સી.સી.કલબ ઓફ ટીકર દ્વારા આયોજિત તથા નમક વિભાગ- ભારત સરકાર ના આર્થિક સહયોગથી ઙ્ગસર્વરોગ નિદાન સારવાર મેગા કેમ્પ ટીકર ગામે યોજાયો. મીઠા ઉદ્યોગમાં કાર્યરત અગરિયા તેમજ સંગલિત કામદારો ના પરિવારના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેતુ ટીકર ગામની પે.સેન્ટર શાળા નં ૧ માં એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન ઙ્ગકરવામા ઙ્ગઆવ્યું હતું. જેનો વિવિધ પ્રકારના રોગના અને આજુબાજુના ગામના ૬૫૦ થી વધુ દર્દીઓએ નિઃશુલ્ક લાભ લીધો હતો. આ કેમ્પમાં ચામડીના, આંખોના, નાક,કાન,ગળા ના, હાડકાના, બાળકોના , સ્ત્રી રોગના તેમજ એમ.ડી. ફિજીસીયન વગેરે ડોકટરોએ નિઃશુલ્ક સેવા પ્રદાન કરી હતી. આ કેમ્પમાં નિદાન તેમજ જરૂરી રિપોર્ટ્સ નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા હતા તેમજ દરેક દર્દીઓને તદ્દન વિનામૂલ્યે દવાઓ નમક વિભાગ મારફતે આપવામાં આવી હતી.આ કેમ્પને હળવદના મામલતદાર સાહેબ વી.કે.સોલંકી દ્વારા દીપ ઙ્ગપ્રાગટય બાદ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રોટરી કલબના પ્રમુખ ઙ્ગઅરવિંદભાઈ પટેલ, નરભેરામભાઈ અદ્યારા, ગજેન્દ્રભાઈ મોરડીયા, આર.સી.સી કલબ ટીકર પ્રેસિડેન્ટ રમેશભાઈ સીતાપરા, મનીષભાઈ દેથરીયા, અને સભ્યોએ હાજરી આપી હતી. આ પ્રોજેકટ સોલ્ટ ઇન્સ્પેકટર રણજિત કુમારના સહકારથી સફળ થયો હતો. (તસવીરઃ હરીશ રબારી. હળવદ)

(11:55 am IST)